BREAKING NEWS

ચતુર કરો વિચાર... રાજકોટના લોકમેળાનું શીર્ષક જણાવો અને મેળવો આકર્ષક ઇનામ

  • July 06, 2026 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ભાતીગળ લોકમેળા માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ જન્માષ્ટમી મેળાના નામ માટે નગરજનો પાસે સજેશન માંગવામાં આવ્યા છે. તેમજ જેમના દ્વારા મોકલવામાં આવેલું નામ પસંદગી પામશે તેમને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. ગુગલ ફોર્મમાં લોકમેળાના ફક્ત એક શીર્ષક સાથે પોતાનું નામ, પૂરું સરનામું, મોબાઈલ નંબર ખાસ લખવાના રહેશે. પ્રાપ્ત થયેલી એન્ટ્રીઓમાંથી લોકમેળા સમિતિ દ્વારા આખરી શીર્ષક પસંદ કરવામાં આવશે. લોકમેળાના નામની પસંદગી બાબતે લોકમેળા સમિતિનો નિર્ણય આખરી ગણાશે. મેળાનાં નામ તરીકે પસંદગી પામેલ શીર્ષક આપનાર વિજેતા સ્પર્ધકને યોગ્ય પુરસ્કારથી નવાજવામાં આવશે.
રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં આગામી તા. ૦૨થી ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાને આકર્ષક શીર્ષક આપવાની પ્રથાને અનુસરતા આ વર્ષે પણ નગરજનો પાસેથી લોકમેળાનાં નામકરણ માટે આકર્ષક શીર્ષકો મંગાવવામાં આવે છે. નગરજનોએ રાજકોટના લોકમેળા માટે તેમનું સૂચિત શીર્ષક તા. ૨૨ જુલાઈ, ૨૦૨૬ના રાત્રે ૨૩.૫૯ કલાક સુધી ગૂગલ ફોર્મ લિંક - https://forms.gle/baqQAMDrrHhsN2p6A અથવા આપેલ ક્યુઆર કોડ સ્કેન કરીને વિગતો ભરીને આપવાનું રહેશે. આ લિંક પ્રાદેશિક માહિતી કચેરી -રાજકોટનાં અધિકૃત ફેસબુક પેજ Info Rajkot GoG , ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ inforajkotgog અને એક્સ એકાઉન્ટ Info Rajkot GoG પરથી પણ મેળવી શકાશે. શીર્ષક ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્ય તથા સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, રહેણી-કરણી, લોકજીવનને અનુરૂપ હોવું જોઇએ. દરેક સ્પર્ધક એક જ શીર્ષક સૂચવી શકશે. અત્રે નોંધનીય છે કે તા. ૨૨ જુલાઈની સમય મર્યાદા બાદ આવેલા નામો પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News