રાજકોટ નજીકના બેડી ગામથી હડમતિયા જવાના રસ્તા પર ફાટક પછી વાડીવાળા પીરની દરગાહ પાસે સરકારી ખરાબામાં ધમધમતી ભીસ્તીવાડના કુખ્યાત એઝાઝ ઉર્ફે ટકાની ઘોડીપાસાની ક્લબ પર એલસીબી ઝોન-1ના સ્ટાફે દરોડો પાડી 8 શખસોને ઝડપી લીધા હતા. આ 8 શખસોમાંથી 7 શખસો ગુનાઇત ઇતિહાસ ધરાવતા હોવાથી ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદાની કલમ પણ પોલીસે લગાડી હતી. જેને કારણે જુગારના કેસમાં પ્રથમ વખત આઠેય આરોપીઓને કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.
ભારતીય દંડ સંહિતાના આ નવા કાયદા હેઠળની કલમ અંતર્ગત જુગારનો સંભવત પ્રથમ ગુનો રાજકોટમાં નોંધાયો હોય આ બાબતે ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાએ પત્રકાર પરિષદ સમૃદ્ધિ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે એકથી વધુ ગુના ધરાવનાર બે વ્યક્તિઓ ફરી એ જ પ્રકારના ગુના આચરતા સાથે પકડાય ત્યારે તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 112 હેઠળ ગુનો નોંધવામાં આવે છે જે અંતર્ગત આ જુગારના કેસમાં જુનો નોંધાયો છે. જ્યારે ગંભીર પ્રકારના ગુનામાં સંગઠિત ક્રાઈમ હોવાનું ફલિત થાય તો ભારતીય દંડ સંહિતાની કલમ 111 મુજબ ગુનો નોંધાશે. જુગાર ક્લબના આ પ્રકરણમાં પોલીસે નવા કાયદા હેઠળ ગુનો નોંધતા આગામી સમયમાં જુગારીઓએ જુગાર કોના સાથે રમવા બેસે છે તે બાબતે સજાગ રહેવું પડશે અન્યથા પોલીસ સ્ટેશનથી જામીનના બદલે જેલહવાલે થવાનો વારો આવશે.
એલસીબી ઝોન-1ના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ બી.વી. બોરીસાગરે ગુરૂવારે સાંજે આ ઘોડીપાસાની ક્લબ પર દરોડો પાડતાં નાસભાગ મચી હતી. જે દરમિયાન ભગવતીપરાનો જુમ્મો ઠેબાપોત્રા, અનિલ વેલજી ચૌહાણ અને ભગવતીપરાનો જ જાવેદ ઉર્ફે પાઇદુ હુશેન કુરેશી ભાગી જવામાં સફળ થતાં આ ત્રણેયને વોન્ટેડ દશર્વિી પોલીસે શોધખોળ શરૂ કરી છે.સ્થળ પરથી ક્લબ સંચાલક એજાઝ ઉર્ફે ટકો (ઉ.વ.44, રહે. ભીસ્તીવાડ), હાજી ઇસ્માઇલ જુણેજા (ઉ.વ.42, રહે. ખોડીયારપરા શેરી નં.5, 80 ફૂટ રોડ), સદ્દામ ઉર્ફે ઇમુ હુશેનભાઈ શેખ (ઉ.વ.32, રહે. ભગવતીપરા, સુખસાગર હોલની પાછળ), યુસુફ ઉર્ફે બકરો હબીબ ઠેબા (ઉ.વ.48, રહે. મોચીનગર-2, શેરી નં.2, શીતલપાર્ક), મહેબુબ અલ્લારખા અજમેરી (ઉ.વ.42, રહે. મેરામબાપાની વાડી શેરી નં. 3), ઇમ્તીયાઝ ઉર્ફે ઠુઠો અલ્લારખા (ઉ.વ.30, રહે. રૂખડીયાપરા શેરી નં.2), પરેશ રમેશભાઈ ઝાલા (ઉ.વ.30, રહે. વીરમાયા સોસાયટી શેરી નં.2, મોટી ટાંકી ચોક) અને તુષાર રમેશભાઈ લીડિયા (ઉ.વ.43, રહે. વૈશાલીનગર-3 મફતીયાપરા, રૈયા રોડ) ઝડપાઇ ગયા હતા.
પટ્ટમાં અને આરોપીઓ પાસેથી એલસીબીના સ્ટાફે રૂા. 25,800 રોકડા, 9 મોબાઈલ ફોન અને 7 ટુ વ્હીલર મળી કુલ રૂા. 3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા આઠ આરોપીમાંથી સાત ગુનાઇત ઇતિહાસ ધરાવે છે.જેને કારણે એલસીબીના સ્ટાફે જુગારધારાની કલમ 12 સાથે નવા ભારતીય ન્યાય સંહિતાની કલમ 112 (2) પણ લગાડી હતી. જે કલમ વારંવાર સંગઠિત ગુના કરે તેના વિરૂધ્ધ લગાડવામાં આવે છે. આ કલમને કારણે પોલીસ આરોપીઓને જામીન પર છોડી શકતી નથી. જેને કારણે એલસીબીના સ્ટાફે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.
આ બાબતે યોજોલી પત્રકાર પરિષદમાં ડી.સી.પી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે પહેલી જુલાઈથી લાગુ થયેલા ભારતીય દંડ સંહિતાના નવા કાયદામાં એવી જોગવાઈ છે કે, જ્યારે કોઈ સંગઠિત અપરાધ કરતા હોય અને તેની સામે એકથી વધુ ગુના હોય તેમાં નાના પ્રકારના ગુનામાં ભારતીય દંડ સંહિતાની કલમ 112 મુજબ ગુનો નોંધાશે. જેમાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે જ્યારે ગંભીર પ્રકારના સંગઠિત અપરાધમાં 111 મુજબ ગુનો નોંધાશે જેમાં આજીવન કેદની સજા સુધીની જોગવાઈ છે. અગાઉ જુગારમાં પોલીસ સ્ટેશનથી જામીન ઉપર આરોપીઓને છોડી દેવાતા હતા પરંતુ નવા કાયદાની નવી જોગવાઈ મુજબ હવે જામીન કોર્ટમાંથી થશે. ત્યારે આ કેસમાં આરોપીઓ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોય જેથી તેમને જેલહવાલે કરવામાં આવ્યા છે.ડીસીપીએ એવું પણ જણાવ્યું હતું કે, માત્ર જુગાર જ નહીં શટ્ટો, દારૂ, મારામારી સહિતના તમામ પ્રકારના ગુનામાં આ નવી જોગવાઈઓ લાગુ પડશે.
નાના ગુનામાં કલમ 112,ગંભીર ગુનામાં કલમ 111 લગાવાશે
ભારતીય ન્યાય સંહિતાની કલમ 112 (2)માં 1 વર્ષથી લઇ 7 વર્ષ સુધીની સજાની જોગવાઇ છે.જેમાં નાના સંગઠિત ગુનામાં આ કલમ લગાવવામાં આવશે.જયારે ગંભીર પ્રકારના ગુનામાં કલમ 111 મુજબ કાર્યવાહી થશે.જેમાં આજીવન કેદની સજા સુધીની જોગવાઇ છે.
ગુજસીટોકના ગુનામાં એઝાઝના જામીન રદ કરવા રિપોર્ટ થશે
ગુજસીટોકના ગુનામાં જામીનમુક્ત થયેલા અને બાદમાં ઘોડી પાસાની કલબ શરૂ કરનાર ભીસ્તીવાડના કુખ્યાત એઝાઝ ઉર્ફે ટકાની ગુજસીટોકના ગુનામાં જામીન અરજી રદ કરવા માટે એલસીબી ઝોન-1 ની ટીમે એસીપી રાધીકા ભરાઇને રિપોર્ટ કર્યો છે.આગામી સમયમાં એસીપી આરોપીના જામીન રદ કરવા કોર્ટમાં રિપોર્ટ કરશે.
એઝાઝ અને જુમ્મો અગાઉ સાથે જુગારમાં સાથે ઝડપાયા હોઈ આ કલમ લગાવાઈ
એઝાઝ ઉર્ફે ટકો અને જુમ્મો ઠેબાપોત્રા બંને અગાઉ 2020 ની સાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં જુગાર રમતા સાથે ઝડપાયા હતા. જેથી આ બંને સામે બેથી વધુ ગુના હોય અને બંને એક જ ગુનામાં એક સાથે બે વખત ઝડપાયા હોય આ ગુનામાં નવા કાયદા મુજબ કલમ લગાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech