દેશની એફએમસીજી સેકટરની મોટી કંપનીઓ તરફથી માહિતી બહાર આવી છે જે તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. એફએમસીજી એટલે કે ઘરગથ્થુ સાબુ, શેમ્પૂ, તેલ, કોફી, ચોકલેટ અથવા અન્ય ઘરગથ્થુ ચીજવસ્તુઓ જેવી કે કઠોળ, ચોખા, મસાલા વગેરે જેવા ફાસ્ટ મૂવિંગ કન્યુમર ગુડસ પ્રોડકટસ પણ આ હેઠળ આવે છે. નજીકના ભવિષ્યમાં એફએમસીજી ઉત્પાદનોની કિંમતો વધવા જઈ રહી છે, તો દેખીતી રીતે આ પછી તમાં ઘરનું બજેટ મોંઘું થઈ જશે. એચયુએલ ગોદરેજ કન્યુમર પ્રોડકટસ લિમિટેડ, ડાબર, નેસ્લે વગેરે જેવી દેશની એફએમસીજી સેકટરની મોટી કંપનીઓએ આગામી સમયમાં તેમના ઉત્પાદનોની કિંમતો વધારવાના સંકેત આપ્યા છે. તેણે તેની પાછળનું કારણ આપ્યું છે કે હાલમાં શહેરી વિસ્તારોમાં માંગ ઘટી રહી છે જેના કારણે તેનું વેચાણ ઘટું છે અને તેની અસર નફા અને માર્જિન પર જોવા મળી રહી છે. આ કારણે નફાનું માર્જિન જાળવવા માટે તેમને ભાવ વધારવો પડશે અને આ ટૂંક સમયમાં થઈ શકે છે.
એચયુએલ, જીસીપીએલ, મેરિકો, આઇટીસી, ટાટા કન્યુમર પ્રોડકટસ લિમિટેડએ હવે સંકેત આપ્યા છે કે શહેરી માંગમાં ઘટાડા પછી કેટલીક પ્રોડકટસના ભાવમાં વધારો થઈ શકે છે. આ અંતર્ગત નેસ્લેએ પણ સ્પષ્ટ્ર કહ્યું છે કે કોફી–કોકો જેવા ઉત્પાદનોની કિંમતોમાં વધારાને કારણે તેને તેના ઉત્પાદનોની કિંમતો વધારવાની ફરજ પડી શકે છે. આ અંગે ચિંતા વ્યકત કરતાં એચયુએલ એ એફએમસીજી ઉત્પાદનોના ભાવમાં હળવો વધારો કરવાની શકયતાને પણ નકારી કાઢી નથી. એફએમસીજી કંપનીઓના કુલ વેચાણમાં શહેરી માંગનો હિસ્સો ૬૫–૬૮ ટકાની વચ્ચે રહે છે. જો કોઈ કારણસર ઘટાડો થાય છે, તો તેની અસર એફએમસીજી ઉત્પાદનો પર સ્પષ્ટ્રપણે જોઈ શકાય છે. જુલાઈ–સપ્ટેમ્બર કવાર્ટરમાં ખાધપદાર્થેાના ઐંચા ફુગાવા અને ઘટતી માંગની સંયુકત અસર આ કંપનીઓ પર જોવા મળી હતી અને તેની અસર વધતા ભાવોના સ્વપમાં જોવા મળી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂક્યો
April 28, 2025 02:47 PMકંઇક મોટું થવાનું છે... આર્મી ચીફને મળ્યા બાદ રાજનાથ સિંહની પીએમ મોદી સાથે મુલાકાત
April 28, 2025 02:34 PMજામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
April 28, 2025 01:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech