શહેરમાં લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ છાસવારે કાયદો હાથમાં લઈને નિર્દોષ નાગરિકોને રંજાડી રહ્યા છે. આ વાતની પ્રતીતિ કરાવતો વધુ એક બનાવ શહેરની ભાગોળે માંડાડુંગર વિસ્તારમાં બન્યો છે. અહીં માન સરોવર મેઇન રોડ પર પાનની દુકાન અને બેકરી ધરાવનાર વેપારીની દુકાને કેક લેવા આવેલા શખસે માથાકૂટ કરી હતી. બાદમાં તે પોતાના અન્ય બે સાથીદારોને અહીં લઈ આવી બેકરીમાં ધોકા વડે બેફામ તોડફોડ કરી બેકરી સંચાલક યુવાનને માથામાં ધોકો મારી દીધો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી બાઈક નંબરના આધારે માંડાડુંગર વિસ્તારમાં જ રહેતા આ ત્રણેય શખસોને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, સંત કબીર રોડ પર બાલકૃષ્ણ સોસાયટી શેરી નંબર આઠમાં રહેતા રવિરાજસિંહ અશોકસિંહ ઝાલા(ઉ.વ 25) નામના યુવાને આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને માંડાડુંગર માનસરોવર મેઇન રોડ પર સમ્રાટ બેકરી તથા સમ્રાટ પાન નામની દુકાન આવેલી છે. ગઈકાલે બપોરના એકાદ વાગ્યા આસપાસ તે સમ્રાટ પાન નામની પોતાની દુકાને હતો અને બાજુની દુકાનમાં સમ્રાટ બેકરીમાં તેમનો કારીગર ગુલામ હુસેન કામ કરતો હતો તેવામાં એક અજાણ્યો શખસ બેકરીએ કેક લેવા માટે આવ્યો હતો અને બાદમાં તે કારીગર સાથે ઝઘડો કરવા લાગ્યો હતો જેથી યુવાન બેકરી પર જઈ આ અજાણ્યા શખસને પૂછતાં તે તેની સાથે પણ બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યો હતો.ત્યારબાદ તે અહીંથી ભાગી ગયો હતો.
થોડીવાર બાદ તે અન્ય બે અજાણ્યા શખસોને પોતાની સાથે લાવી આ શખ્સોના હાથમાં ધોકા હોય તે ધોકા વડે બેકરીમાં તોડફોડ શરૂ કરી દીધી હતી તેમાં રાખેલ ફ્રીજ તથા નાનું ચોકલેટનું ફ્રીજમાં ધોકા મારી કાચ તોડી નાખી રૂ.4000 નું નુકસાન કર્યું હતું. યુવાન વચ્ચે પડતા તેને ગાળો આપી તેના માથા પર લાકડાનો ધોકો મારી દીધો હતો. દરમિયાન અહીં લોકો એકત્ર થતાં આ ત્રણેય શખસો અહીંથી ભાગી ગયા હતા. યુવાને તેનો પીછો કરતા શેરીના ખૂણે તેમના વાહન પડ્યા હોય જેમાં બાઈક ના નંબર જીજે 3જેપી 792 અને એક્ટિવા ના નંબર જીજે3 એલ.કે 8897 હોય જેના યુવાને ફોટા પાડી લીધા હતા. હુમલામાં યુવાનને ઇજા પહોંચી હોય તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે આ અંગે ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસે બાઈક નંબરના આધારે તપાસ હાથ ધરી માંડાડુંગર વિસ્તારમાં જ રહેતા આ ત્રણેય શખસોને સકંજામાં લઈ લીધા હોવાનું માલુમ પડ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં સરકારી વસાહતમાં તસ્કરોનો હાથફેરો
February 24, 2025 11:52 AMએર ટેકસીની ટ્રાયલ માટે અમદાવાદ રિવરફ્રન્ટ, માંડવી સાઈટની પસંદગી
February 24, 2025 11:51 AMદુષ્કર્મનો ભોગ બનેલી ગોંડલ પંથકની યુવતીની સીએમ આવાસે ઉપવાસ આંદોલનની ચીમકી
February 24, 2025 11:49 AMભવનાથ મેળામાં રાત્રે ભીડ બેકાબૂ બનતા ચકડોળ બંધ કરાયા
February 24, 2025 11:48 AMદ્વારકા નજીક રીક્ષાની અડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત
February 24, 2025 11:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech