જેતપુરમાં લુખ્ખાગીરી યુવાન પર તલવારથી હિચકારો હુમલો

  • February 22, 2024 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર શહેરના ચાંદની ચોક વિસ્તારમાં જાહેરમાં ગત મોડી રાતે પાનની દુકાન પર માવો ખાવા જતા દલિત યુવકને આંતરી મુસ્લિમ શખ્સે તલવાર વડે હુમલો કરી મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચડયાની સીટી પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી.
શહેરના ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતા સુનીલ કંટારીયા નામનો યુવાન મોડી રાત્રિના ચાંદની ચોક વિસ્તારમાં આવેલ દુકાને માવો ખાવા જતો હતો. તે સમયે સામાકાંઠા વિસ્તારમાં રહેતો સાજીદ ઉર્ફે સાજલો હાજીભાઈ શેખ નામનો મુસ્લિમ યુવાન ત્યાં મોટર સાયકલ લઈને ઉભો હતો. તે સુનિલને જોઈને ગાળો દેવા લાગતા તેને ગાળો આપવાની ના કહેતા સાજલાએ તેની પાસે રહેલ તલવાર વડે હુમલો કરતા કપાળથી નાક સુધીનો ભાગમાં તલવાર ખૂંચી જતો લોહીના ફુવારા ઉડવા લાગ્યા હતાં. જેથી સુનિલ રાડારાડ કરવા લાગ્યો તે જોઈ ત્યાંથી પસાર થતાં તેના પાડોશીઓએ અવાજ કરતા સાજલો ત્યાંથી નાશી ગયો. અને સુનિલને તેના પડોશીઓ સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલ. આરોપી સાજીદની સ્ત્રી મિત્ર સુનિલના ઘર પાસે જ રહેતી હોય તે સ્ત્રી મિત્રને સુનિલની પત્ની મોબાઈલમાં ફોટા બતાવતી હોય તે સાજીદને સારું ન લાગતા તલવાર વડે કર્યાની સીટી પોલીસમાં સુનિલે ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News