શેરબજારમાં જોવા મળતી ભારે ઉથલપાથલ અને સોના-ચાંદીના ભાવોની અનિશ્ચિતતા વચ્ચે ગેરેન્ટેડ રિટર્ન મેળવવા માટે ફિક્સ ડિપોઝિટ (FD) એક સુરક્ષિત અને આકર્ષક રોકાણનો વિકલ્પ સાબિત થઈ રહ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા અને ઈન્ડિયન બેંક સહિતની પ્રમુખ બેંકોએ રોકાણકારો માટે ખાસ ૪૪૪ દિવસની સ્પેશિયલ FD સ્કીમ શરૂ કરી છે, જેમાં ગ્રાહકોને ૭.૩૫% સુધીનું ઊંચું વ્યાજ મળી રહ્યું છે.
રોકાણ માર્ગદર્શિકા
સ્પેશિયલ સ્કીમો અંતર્ગત સામાન્ય નાગરિકો, સીનિયર સીટીઝન (વરિષ્ઠ નાગરિકો) અને સુપર સીનિયર સીટીઝન માટે અલગ-અલગ વ્યાજ દર નક્કી કરવામાં આવ્યા છે.
૧.SBI અમૃત વૃષ્ટિ સ્કીમ (SBI Amrit Vrishti)સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આ ખાસ યોજના ૪૪૪ દિવસની અવધિ માટે છે. તેમાં ગ્રાહકો ૧,૦૦૦ રૂપિયાથી લઈને મહત્તમ ૩ કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે અને વ્યાજ મેળવવા માટે માસિક, ત્રિમાસિક કે છમાસિક વિકલ્પ પસંદ કરી શકે છે.
સામાન્ય નાગરિકો:- ૬.૪૫% વ્યાજ દર
સીનિયર સીટીઝન (૬૦ વર્ષથી વધુ) ૬.૯ canvas 5% વ્યાજ દર
સુપર સીનિયર સીટીઝન (૮૦ વર્ષથી વધુ): ૭.૦૫% વ્યાજ દર
પેનલ્ટી નિયમ:-જો મુદત પૂરી થતા પહેલાં (Premature Withdrawal) નાણાં ઉપાડવામાં આવે, તો 5 લાખ સુધીની એફડી પર ૦.%5 અને 5 લાખથી વધુની રકમ પર ૧% પેનલ્ટી લાગશે.
૨. ઈન્ડિયન બેંક 'IND સિક્યોર FD' (Indian Bank IND Secure FD)આ સ્કીમ પણ ૪૪૪ દિવસ માટે ઉપલબ્ધ છે, જેમાં રોકાણની મર્યાદા ૧,૦૦૦ રૂપિયાથી ૩ કરોડ રૂપિયા સુધીની છે. આ યોજનાની ખાસિયત એ છે કે ગ્રાહકો જરૂરિયાત સમયે મેચ્યોરિટી પહેલાં પણ પૈસા ઉપાડી શકે છે.
સામાન્ય નાગરિકો:- ૬.૬૦% વ્યાજ દર
સીનિયર સીટીઝન:- ૭.૧૦% વ્યાજ દર
સુપર સીનિયર સીટીઝન:- ૭.૩૫% વ્યાજ દર (આ કેટેગરીમાં સૌથી વધુ રિટર્ન).
૩.બેંક ઓફ બરોડા 'બોબ સ્ક્વેર ડ્રાઈવ ડિપોઝીટ' (bob Square Drive)બેંક ઓફ બરોડા (BoB) ની આ યોજના પણ ૪૪૪ દિવસની મુદત વાળી જ સ્પેશિયલ સ્કીમ છે.
સામાન્ય નાગરિકો:- ૬.4૫% વ્યાજ દર
સીનિયર સીટીઝન:- ૬.૯૫% વ્યાજ દર
સુપર સીનિયર સીટીઝન:- ૭.૦૫% વ્યાજ દર
વરિષ્ઠ નાગરિકો માટે અન્ય લાંબાગાળાની ખાસ યોજનાઓસ્પેશિયલ ટૂંકા ગાળાની સ્કીમો ઉપરાંત, SBI દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે 'વી કેર ડિપોઝિટ સ્ક્ડ્રાઈવ' (SBI We Care Deposit) યોજના પણ ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ 5 વર્ષ અને ૧૦ વર્ષની લાંબી અવધિની એફડી પર સીનિયર સીટીઝનને સામાન્ય વ્યાજ દર કરતાં ૫૦ બેસિસ પોઈન્ટ (૦.૫૦%) વધુ વ્યાજ આપવામાં આવે છે. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ (ICICI) બેંક પણ સીનિયર સીટીઝન માટે ખાસ એફડી સ્કીમો ઓફર કરી રહી છે.