રાજકોટના આ પાંચ આયોજકોને 9 ફૂટથી ઊંચી ગણપતિની મૂર્તિ રાખવાની મંજૂરી, જુઓ...

  • August 23, 2023 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દર વર્ષે ગણપતિ મહોત્સવ પહેલા રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી ગણપતિ મહોત્સવના આયોજકોને કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવે છે. જેમાં જાહેરનામામાં સૌથી મહત્વનું 9 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. તેમ છતાં કેટલાક આયોજકોએ જાહેરનામું બહાર પડે તે પહેલા જ નવ ફૂટથી ઉંચી મૂર્તિ બનાવી લેતા અસંજસ જોવા મળી હતી. 


થોડા દિવસ અગાઉ પોલીસ દ્વારા ગણપતિ મહોત્સવના જાહેરનામા અંગેની અમલવારીને લઈને ચેકિંગ પણ હાથ ધરાયું હતું. જેમાં બાલભવન પાસે નવ ફૂટી મૂર્તિ બનાવનાર મૂર્તિકાર સામે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો અને તેને લઈને જ ગણપતિ મહોત્સવના આયોજકો પોલીસ કમિશનર કચેરી ખાતે એકત્ર થઈને આ બાબતનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે અંતે આ સમસ્યાનું નિરાકરણ આવ્યું છે અને રાજકોટ શહેરના પાંચ આયોજકોને નવ ફૂટથી ઊંચી ગણપતિની મૂર્તિ રાખવાની છૂટ આપવામાં આવી છે.    


રાજકોટના આ પાંચ આયોજકો રાખશે 9 ફૂટથી ઊંચી મૂર્તિ   

જે.કે.ચોક 
શાસ્ત્રી મેદાન  
એસ.કે.ચોક  
સર્વેશ્વર ચોક  
એરપોર્ટ રોડ   


રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, જાહેરનામાનો ભંગ કરવો એ ગુનો છે પરંતુ આ આયોજકોએ આ વર્ષે જાહેરનામું બહાર પડે તે પહેલા જ મૂર્તિ બનાવવાનું શરૂ કરી દેવામાં આવતા આ વખતે છૂટ આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application