સ્વાસ્થ્યથી મોટી કોઈ સંપત્તિ નથી. તમે આ ઘણી વાર સાંભળ્યું હશે અને તે સાચું પણ છે. આપણે બધા સારા સ્વાસ્થ્ય જાળવવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. પરંતુ ઘણી વખત આપણી રોજિંદી આદતો આપણા સ્વાસ્થ્ય માટે ધીમા ઝેર તરીકે કામ કરે છે. આ આદતો એટલી સામાન્ય છે કે આપણે તેને અવગણીએ છીએ. પરંતુ સમય જતાં તેની અસર આપણા સ્વાસ્થ્ય પર દેખાવા લાગે છે. ચાલો જોઈએ કે કઈ ઝેરી આદતો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
વધુ પડતા તળેલા ખોરાક:
તળેલા ખોરાકમાં ભરપૂર માત્રામાં કેલરી અને બિનઆરોગ્યપ્રદ ચરબી હોય છે. જે હૃદયની બીમારીઓ અને સ્થૂળતાનું કારણ બની શકે છે.
વધુ પડતી ખાંડ ખાવી:
વધુ પડતી ખાંડ ખાવી એ સ્થૂળતા, ડાયાબિટીસ અને દાંતની સમસ્યાઓ સાથે જોડાયેલી છે.
નિયમિત ભોજન ન લેવું:
સમયસર ભોજન ન લેવાથી પાચન સંબંધી સમસ્યાઓ અને નબળાઈ આવે છે.
વધુ પડતું મીઠું (નમક) ખાવું:
વધુ પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે.
બેસવાની આદત:
લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી મેદસ્વીતા, હૃદયની બીમારીઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આખો દિવસ એક જગ્યાએ બેસી રહેવાની જરૂર ન હોવા છતાં પણ જો તમે કસરત ન કરો તો તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
ટેન્શન:
લાંબા સમય સુધી તણાવ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંને માટે હાનિકારક હોઈ શકે છે. તેમજ તમારી અંદર ઉછળતી લાગણીઓને વ્યક્ત કરવાને બદલે તેને દબાવી દેવાથી ધીમે ધીમે સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
ઊંઘનો અભાવ:
પૂરતી ઊંઘ ન લેવી એ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલી છે, જેમ કે સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને નબળી રોગપ્રતિકારક શક્તિ.
ધૂમ્રપાન અને દારૂનું સેવન:
ધૂમ્રપાન- ધૂમ્રપાન એ ફેફસાના કેન્સર, હૃદય રોગ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું મુખ્ય કારણ છે. આલ્કોહોલ પીવાથી લીવર ડેમેજ, સ્થૂળતા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે.
વધુ પડતી દવા લેવી:
દરેક નાની બીમારીઓ માટે દવાઓ લેવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈપણ સમસ્યા માટે દવા લેવી નુકસાનકારક હોઈ શકે છે.
આ રોજબરોજની આદતોથી બચવા માટે આપણે આપણી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવો જરૂરી છે. નિયમિત કસરત, સ્વસ્થ આહાર, પૂરતી ઊંઘ, તણાવ વગેરે જેવી આદતો અપનાવીને સ્વાસ્થ્યને સુધારી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech