ઓગસ્ટ મહિનો પૂરો થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં, નવા મહિનાથી ઘણા મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડે છે. સપ્ટેમ્બર મહિનાથી આવા કેટલાક ખાસ ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની અસર તમારા ખિસ્સા પર પડશે. આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધી બધુ જ સામેલ છે. તેમજ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અંગે વિશેષ જાહેરાતો થઈ શકે છે. ચાલો જાણીએ કે, સપ્ટેમ્બર મહિનામાં કયા ફેરફારો થઈ શકે છે અને તેની તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે?
પ્રથમ ફેરફાર: એલપીજી સિલિન્ડરની કિંમત
ઘણીવાર એવું જોવા મળે છે કે, સરકાર દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને એલપીજીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફારની આશા છે. ગત મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે જુલાઈમાં તેની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો થયો હતો.
બીજો ફેરફાર: ATF અને CNG-PNG દરો
એલપીજી સિલિન્ડરની કિંમતોની સાથે ઓઈલ માર્કેટ કંપનીઓ એર ટર્બાઈન ઈંધણ (એટીએફ) અને સીએનજી-પીએનજીના ભાવમાં પણ સુધારો કરે છે. આ કારણોસર, તેમની કિંમતોમાં ફેરફાર પ્રથમ તારીખે જોઈ શકાય છે.
ત્રીજો ફેરફાર: નકલી કોલ સંબંધિત નિયમો
1 સપ્ટેમ્બરથી ફેક કોલ અને મેસેજ પર પ્રતિબંધ લાગી શકે છે. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને ફેક કોલ અને ફેક મેસેજ પર અંકુશ લગાવવા માટે નિર્દેશ આપ્યો છે. આ માટે ટ્રાઈએ કડક ગાઈડલાઈન જાહેર કરી છે. TRAI એ Jio, Airtel, Vodafone, Idea, BSNL જેવી ટેલિકોમ કંપનીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં 140 મોબાઈલ નંબર સીરિઝથી શરૂ થતા ટેલીમાર્કેટિંગ કૉલ્સ અને કોમર્શિયલ મેસેજિંગને બ્લોકચેન આધારિત DLT એટલે કે ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવા જણાવ્યું છે. એવી અપેક્ષા છે કે, 1 સપ્ટેમ્બરથી ફેક કોલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
ચોથો ફેરફારઃ ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો
1 સપ્ટેમ્બરથી, HDFC બેંક યુટિલિટી ટ્રાન્ઝેક્શન્સ પર રિવોર્ડ પોઈન્ટ્સની મર્યાદા નક્કી કરવા જઈ રહી છે, જેના હેઠળ ગ્રાહકો આ વ્યવહારો પર દર મહિને માત્ર 2,000 પોઈન્ટ્સ સુધી જ મેળવી શકશે. એચડીએફસી બેંક થર્ડ પાર્ટી એપ દ્વારા શૈક્ષણિક ચુકવણી કરવા પર કોઈ પુરસ્કાર આપશે નહીં.
IDFC ફર્સ્ટ બેંક સપ્ટેમ્બર 2024થી ક્રેડિટ કાર્ડ્સ પર ચૂકવવાપાત્ર લઘુત્તમ રકમ ઘટાડશે. ચુકવણીની તારીખ પણ 18 થી ઘટાડીને 15 દિવસ કરવામાં આવશે. આ ઉપરાંત, એક ફેરફાર છે - 1 સપ્ટેમ્બર, 2024થી UPI અને અન્ય પ્લેટફોર્મ્સ પર ચૂકવણી માટે RuPay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોને અન્ય ચુકવણી સેવા પ્રદાતાઓના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા સમાન રિવોર્ડ પોઈન્ટ્સ મળશે.
પાંચમો ફેરફાર: મોંઘવારી ભથ્થું
કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે. એવી અપેક્ષા છે કે સરકાર કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરી શકે છે. હાલમાં સરકારી કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે છે, જ્યારે 3 ટકાના વધારા પછી તે 53 ટકા થઈ જશે.
છઠ્ઠો ફેરફાર: મફત આધાર કાર્ડ અપડેટ
મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. આ પછી, તમે આધાર સાથે સંબંધિત કેટલીક વસ્તુઓ મફતમાં અપડેટ કરી શકશો નહીં. 14 સપ્ટેમ્બર પછી આધાર અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે. જો કે, અગાઉ મફત આધાર અપડેટની છેલ્લી તારીખ 14 જૂન 2024 હતી, જે વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કોબી બ્રોકોલી મખની', બાળકો પણ આ હેલ્ધી વાનગી ખાશે ખૂબ જ રસથી
January 24, 2025 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech