રાજ્યમાં માવઠાની આગાહી!! વિવિધ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, આ તારીખે વાતાવરણમાં આવશે પલટો

  • March 01, 2023 07:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્યમાં માવઠાની આગાહી!! વિવિધ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, આ તારીખે વાતાવરણમાં આવશે પલટો

આજકાલ વિચિત પ્રકાનું વાતાવરણ જોવા મળે છે. કેટલાક રાજ્યોમાં ગરમી પાડી રહી છે તો કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે. હાલ ગુજરાતમાં ગુજરાતમાં ધીમે-ધીમે ઉનાળાની શરુઆત થવા લાગી છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોર પછી ભારે ગરમી અનુભવાય છે. એટલે કે હાલ રાજ્યમાં ડબલ ઋતુ અનુભવાઈ રહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં ફરી એકવાર માવઠું પડી શકે છે. વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે કારણે ખેડૂતો ચિંતામાં છે.


રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં 4થી 8 માર્ચ સુધી માવઠું પડી શકે છે. જોકે, હવામાન નિષ્ણાતનું માનવું છે કે  ધોધમાર વરસાદ નહીં પડે. માવઠાંની તીવ્રતા ઓછી હશે. પરંતુ આ વરસાદ 60થી 70 ટકાને આવરી લેશે. તો હોળીના તહેવારને પણ ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં મોસમી વરસાદ અન્નદાતાઓની હોળી બગાડે એવી શક્યતા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application