એકથી વધુ સિમ રાખવા પર નહીં લાગે ચાર્જ : ટ્રાઇએ કરી સ્પષ્ટતા

  • June 15, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) એ મીડિયા અહેવાલોને રદિયો આપ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે ગ્રાહકો પાસેથી મલ્ટિપલ સિમ રાખવા અથવા નંબરિંગ રિસોર્સ માટે ચાર્જ લેવાની યોજના ધરાવે છે. ટ્રાઈએ આવા દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે, અને જણાવ્યું છે કે, આ અહેવાલો માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા માટે જ કામ કરે છે.

દેશના લગભગ 1.2 બિલિયન અને વધતા મોબાઇલ ફોન કનેક્શન્સ માટે નવા ફોન નંબરનો ટકાઉ પૂલ બનાવવાના લક્ષ્ય સાથે, ટ્રાઇએ ગયા અઠવાડિયે નેશનલ નંબરિંગ પ્લાનને રિવાઇઝ કરવા પર ક્ધસલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું. 31 માર્ચ, 2024 સુધીમાં 85.69 ટકાની ટેલિ-ડેન્સિટી સાથે, તે અપેક્ષા રાખે છે કે હાલના કુલ 1,199.28 મિલિયન ટેલિફોન ગ્રાહકોમાં સતત વધારો થશે.

2003 માં, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સએ સબ્સ્ક્રાઇબર્સમાં ઝડપી વધારાને સમાવવા માટે રાષ્ટ્રીય નંબર પ્લાનની વ્યાપક સમીક્ષા અને સુધારણા હાથ ધરી હતી. ત્યારબાદ, નેશનલ નંબરિંગ પ્લાન 2003, સમગ્ર દેશમાં 750 મિલિયન ટેલિફોન કનેક્શન્સ માટે નંબરિંગ સંસાધનો ફાળવવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી.
યોજનાનો હેતુ ટીઆઇ સંસાધનોની ફાળવણી અને ઉપયોગને અસર કરતા તમામ પરિબળોનું મૂલ્યાંકન કરવાનો છે અને સંસાધનોના પયર્પ્તિ જથ્થાને સુનિશ્ચિત કરીને ફાળવણી નીતિઓ અને ઉપયોગની પ્રક્રિયાઓને વધારવા માટે સંભવિત ફેરફારોની દરખાસ્ત કરે છે. એ જ ક્ધસલ્ટેશન પેપરમાં, ટ્રાઇએ સરકારો દ્વારા ટેલિકોમ્યુનિકેશન આઇડેન્ટિફાયર (ટીઆઇ) નંબરો માટે ચાર્જ કરવાની વૈશ્વિક પ્રથા પર પ્રકાશ પાડ્યો હતો, અને ટેલિકોમ એક્ટ, 2013 કેન્દ્રને ચાર્જ લાદ્યા પછી ટીઆઇ ફાળવવાની સત્તા આપે છે તે તરફ ધ્યાન દોર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નંબરિંગ સ્પેસની માલિકી સરકાર પાસે રહે છે, જે સર્વિસ પ્રોવાઈડર્સને તેમના લાયસન્સના કાર્યકાળ દરમિયાન નિયુક્ત નંબરના સંસાધન પર ઉપયોગના અધિકારો આપે છે. વિશ્વભરના કેટલાક દેશોમાં નંબરિંગ રિસોર્સની ફાળવણી ચાર્જેબલ ધોરણે કરવામાં આવે છે, જેમાં મોબાઇલ નંબરિંગ રિસોર્સ અને વેનિટી નંબર્સ અને રાષ્ટ્રીય હિત માટે વિવિધ શ્રેણીઓને આવરી લેવામાં આવે છે. જોકે ત્યારથી ટ્રાઈએ અલગ વલણ અપ્નાવ્યું છે. ટ્રાઇ સતત સહનશીલતા અને બજાર દળોના સ્વ-નિયમનને પ્રોત્સાહન આપતા લઘુત્તમ નિયમનકારી હસ્તક્ષેપ્ની હિમાયત
કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application