રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના ફાડીયા કર્યા પછી હવે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ દ્રારા ફાયર બ્રિગેડના ફાડીયા કરી ખાલી પડેલી, નવી ઉપસ્થિત કરેલી તેમજ લાયકાત સુધારેલી સહિતની તમામ જગ્યાઓ ઉપર મોટાપાયે ભરતી કરવા સ્ટેન્ડિંગ કમિટીં સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.આવતીકાલે તા.૧૧ને બુધવારે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નીતિવિષયક દરખાસ્ત મંજુર કરવા કાર્યવાહી થશે.
વિશેષમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું કે ગુજરાત રાય સરકારની સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કાઉન્સિલ (એસએફએસી)ની ગાઇડલાઇન મુજબ શહેરી વિસ્તારમાં દર ૧૦.૩૬ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એક ફાયર સ્ટેશન હોવું જરી છે, યારે હાલ રાજકોટ શહેરનો કુલ વિસ્તાર ૧૬૧ ચોરસ કિલોમીટર છે અને રાજકોટમાં કુલ ફકત આઠ ફાયર સ્ટેશન છે તેથી નવા ફાયર સ્ટેશન નિર્માણ કરવાની આવશ્યકતા હોય તે મુજબ સ્ટાફ સેટ અપ પણ રિવાઇઝ કરવું પડે તેમ છે. હાલ ફાયર બ્રિગેડ બ્રાન્ચનું કુલ સ્ટાફ સેટ અપ ૨૬૮ કર્મચારીઓનું છે જેમાં વધારો કરી પ્રિવેન્શન અને ઓપરેશન વિંગ મળી કુલ ૬૯૬ કર્મચારીઓનું નવું સ્ટાફ સેટ અપ સુચવ્યું છે.
યારે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં હાલ કનક રોડ, કાલાવડ રોડ, મવડી રોડ, બેડીપરા, કોઠારીયા, રામાપીર ચોકડી, રેલનગર તેમજ મોરબી રોડ ઉપરના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સહિત કુલ આઠ ફાયર સ્ટેશન કાર્યરત છે પરંતુ સરકારની ગાઇડ લાઇન મુજબ હવે નવા ફાયર સ્ટેશનો નિર્માણ કરવામાં આવનાર વધુ સ્ટાફની જર પડશે તેથી ટૂંક સમયમાં ફાયર બ્રિગેડમાં મોટા પાયે ભરતી કરવામાં આવશે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ફાયર બ્રિગેડની નિતીવિષયક અને ઐતિહાસિક કહી શકાય તેવી દરખાસ્તને બહાલી આપવા અંગે નિર્ણય કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોકત દરખાસ્ત મંજુર થયેથી ફાયર બ્રિગેડમાં એનઓસી આપવા, રિન્યુ કરવા, સાઈટ વિઝીટ કરવી તેમજ અન્ય વહીવટી કામગીરી કરતા સ્ટાફનો પ્રિવેન્શન વિંગમાં સમાવેશ થશે, યારે આગ, અકસ્માત, વાવાઝોડા કે પુર સહિતની અન્ય હોનારતો વેળાએ ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરતા સ્ટાફનો ઓપરેશન વિંગમાં સમાવેશ થશે. આ સાથે જ સ્ટાફની લાયકાતના ધોરણોમાં પણ સુધારો કરવા સુચવાયું હોય હવે ફકત શારીરિક કૌશલ્ય કે ક્ષમતાના માપદડં કે અનુભવના મેરિટ ઉપર જ નહીં પરંતુ ઉચ્ચ શિક્ષણના મેરિટના આધારે ઉચ્ચ શિક્ષિત કર્મચારીઓની પણ ભરતી કરવામાં આવશે. ફાયર બ્રિગેડ સ્ટેશનને કોમ્પ્યુટરાઇઝેશનથી સ કરાશે અને એક રીતે આ નિર્ણયથી ફાયર બ્રિગેડનું મોર્ડનાઇઝેશન થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 67 રનમાં 7 વિકેટ ગુમાવી,ભારતીય ટીમ 83 રનથી આગળ
November 22, 2024 04:23 PMમનીષ સિસોદિયાએ જામીનની શરતોમાં માંગી છૂટછાટ, સુપ્રીમ કોર્ટે CBI અને ED પાસેથી માંગ્યો જવાબ
November 22, 2024 04:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech