BREAKING NEWS

આજે ઓટીટી પર મચશે કોલાહલ, ૭ ફિલ્મો અને શ્રેણી દર્શકોને જકડી રાખવા માટે તૈયાર

  • April 24, 2026 10:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





૨૪ પ્લેટફ એક્શન એપ્રિલ સિનેમા પ્રેમીઓ માટે એક મોટી દિવસ બનવાનો છે. ઓટીટી અને વિશ્વિ તૈયાર છે. હકીકતમાં, બોલીવુડથી લઈને હોલીવુડ અને દક્ષિણ કોરિયન નાટકો સુધીની ઘણી બધી ફિલ્મો અને શ્રેણીઓ આજે દર્શકોનું મનોરંજન કરવા રિલીઝ થવાની તૈયારીમાં છે. ૨૪: ધ ઇન્ડિયન એડેપશન વાર્તા: અનિલ કપૂર 'જય સિંહ રાઠોડ' તરીકેની ભૂમિકામાં પાછા ફરે છે. આ હાઈ-ઓક્શન થ્રિલર શ્રેણીમાં, અનિલ કપૂર એટીયુ ચીફની ભૂમિકા ભજવે છે. તેમને દેશના ભાવિ વડા પ્રધાનનો જીવ બચાવવા અને તેમની અપહરણ કરાયેલી પુત્રીને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ સોંપવામાં આવ્યું છે.
હેપ્પી રાજ વાર્તાઃ જી વી પ્રકાશકુમાર અને ગૌરી પ્રિયાની આ એક પારિવારિક ડ્રામા ફિલ્મ છે. વાર્તા 'હેપ્પી' ની આસપાસ ફરે છે, જેનું જીવન સારું છે, પરંતુ તે તેના પિતાના વિચિત્ર વર્તનને કારણે સામાજિકતામાં ખચકાટ અનુભવે છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક છોકરીનું આગમન પિતા અને પુત્ર વચ્ચેના સંબંધોને બદલી નાખે છે. બેન્ડ મેલમ વાર્તા : આ રોમેન્ટિક ડ્રામા બે બાળપણના મિત્રો, ગિરી અને રાજીની વાર્તા કહે છે. ગેરસમજણો તેમને અલગ કરે છે. છોકરી તેના અભ્યાસમાં શ્રેષ્ઠ છે, જ્યારે છોકરો ગામડાના બેન્ડમાં રમે છે. જ્યારે તેઓ વર્ષો પછી મળે છે, ત્યારે તેઓએ તેમના પરિવારો અને તેમના ભૂતકાળનો સામનો કરવો પડે છે. આમાં હર્ષ રોશન અને શ્રીદેવી અપ્પાલાએ અભિનય આપ્યો છે. ઇફ વીશીઝ કુડ કિલવાર્તા: આ એક દક્ષિણ કોરિયન હોરર શ્રેણી છે. કેટલાક હાઈ સ્કૂલના વિદ્યાર્થીએ 'ગિરિગો' નામની એક રહસ્યમય એપ્લિકેશન શોધે છે જે તેમની દરેક ઇચ્છા પૂરી કરે છે પરંતુ વળાંક ત્યારે આવે છે જ્યારે દરેક ઈચ્છા સાથે મૃત્યુની ધમક હોય છે. હવે પ્રશ્ન એ છે કે: શું તેઓ આ શાપથી બચી શકશે આ જોવા માટે તમારે જીઓન સો-યંગ, ડાંગ મી-ના અભિની શ્રેણી જોવી જ રહી.
OTT એપેક્સ વાર્તાઃ આ ફિલ્મમાં હોલીવુડ અભિનેત્રી ચાર્લીઝ થેરોન સાશાન ભૂમિકા ભજવે છે. સાશા એક રોક કલાઈમ્બર છે જે એકલા થોડ સમય વિતાવવા માટે ઓસ્ટ્રેલિયન જંગલમાં જાય છે. ત્યાં, તેન સામનો એક પાગલ ખૂની (ટેરોન એગર્ટન) સાથે થાય છે.માર્ટી સુપ્રીમ વાર્તા ; ૧૯૫૦ ના દાયકામાં સેટ કરેલી આ ફિલ્મમાં ટીમોથી ચેલામેટ માર્ટી મોસરન ભૂમિકા ભજવે છે. માર્ટી મોસર એક પિંગ-પોંગ (ટેબલ ટેનિસ) નિષ્ણાત છે. વધુ ચેમ્પિયનશિપમાંથી બહાર થયા પછી, માર્ટી મોસર એક શ્રીમંત મહિલા (ગ્વિનેથ પેલ્ટો ની મદદ લે છે. આ ફિલ્મ જુસ્સા અને તેની કિંમતની વાર્તા છે.ગ્રીનલેન્ડ ૨: માઈગ્રેશનવાર્તાઃ આ કથા એપોકેલિપ્સના પાંચ વર્ષ પછી બને છે, જ્યારે જોન ગેરિટી (ગેરા બટલર)નું બંકર રહેવાલાયક ન રહે, ત્યારે તે અને તેનો પરિવાર બરફથી ઢંકાયેલ પુરોપમ સલામત આશ્રય શોધે છે. રોમાન્સ, એકશન અને થ્રીલના શોખીનોએ આ ફિલ્મ જોવી જ રહી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application