પોરબંદર જિલ્લામાં કેન્સરનું પ્રમાણ ખુબ વધારે છે ત્યારે સારવાર માટે લોકોને અમદાવાદ જવુ પડે છે પરંતુ હવે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે રેડીયો થેરાપી સેન્ટરની સુવિધા શ કરવામાં આવશે. તેવી મહત્વની જાહેરાત ધારાસભ્યએ કરી છે.
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર અને આસપાસના વિસ્તારની આરોગ્ય સેવાઓ સુધારવા માટે કામ કરી રહ્યા છે. જે અંતર્ગત તેમને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે કેન્સરની સારવાર માટે રેડિયોથેરાપી સેન્ટર મંજુર કરાવવામાં સફળતા મળી છે. આ રેડીયોથેરાપીનો સમાવેશ કેન્સરના રોગની સૌથી ઉત્તમ સારવાર પદ્ધતિઓમાં થાય છે. આ રેડિયોથેરાપીમાં કેન્સરના કોષોને મારવા માટે રેડિયેશનનો ઉપયોગ કેન્સરના મોટાભાગના પ્રકારની સારવારમાં થાય છે, જેનાથી કેન્સરના કોષોનો નાશ થાય છે, પરંતુ પોરબંદર, દેવભુમિ દ્વારકા, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારોમાં એકપણ સરકારી રેડિયોથેરાપી સેન્ટર ઉપલબ્ધ ન હોવાથી આ વિસ્તારોના કેન્સરના દર્દીઓએ રેડિયોથેરાપી માટે રાજકોટ અથવા અમદાવાદ સુધીના ધક્કા ખાવા પડતા હતા. જે બાબત પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ગત તા. ૨૫/૦૫/૨૦૨૪ ના રોજ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને રૂબરૂ મળીને પોરબંદર જિલ્લાની જી.એમ.ઈ. આર. એસ. મેડિકલ કોલેજ સલગ્ન ભાવસિંહજી હોસ્પિટલ ખાતે રેડિયોથેરાપી સેન્ટર શરૂ કરવા માટે ભાલમણ કરી હતી. પત્રમાં અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર, દેવભુમિ દ્વારકા, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કેન્સરના દર્દીઓનું પ્રમાણ સૌથી વધુ છે. આ જિલ્લાઓના દરિયા કિનારાના તાલુકાઓની અંદાજે ૧૨ થી ૧૫ લાખ વસ્તી માટે નજીકના વિસ્તારમાં કેન્સરની સારવાર માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. જેને ધ્યાનમાં લઈને પોરબંદર, દેવભુમિ દ્વારકા, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેન્સર દર્દીઓ માટે પોરબંદર જિલ્લાની જી.એમ.ઈ. આર.એસ. મેડિકલ કોલેજ સલગ્ન ભાવસિંહજી હોસ્પિટલ ખાતે રેડિયોથેરાપી સેન્ટર શ કરવામાં આવે.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની આ ભલામણના પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ તેમજ આરોગ્ય કમિશ્નરને આદેશ આપ્યા છે કે ગુજતર કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટર તથા જી.એમ.ઈ.આર.એસ. ના સી.ઇ.ઓ સાથે સંકલન કરીને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં રેડિયોથેરાપી સેન્ટર શરૂ કરવા માટે યોગ્ય કાર્યવાહી શરૂ કરે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના આ આદેશ બાદ ટુંક સમયમાં પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દર્દીઓ માટે રેડિયોથેરાપી સેન્ટરની સુવિધા ઉપલબ્ધ બનશે.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ના પ્રયત્નોના કારણે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે કેન્સરના દર્દીઓ માટે રેડિયોથેરાપી સેન્ટરની સુવિધા શરૂ થઈ જવા રહી છે, જેનો લાભ માત્ર પોરબંદર જિલ્લાને જ નહીં, પરંતુ દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના દર્દીઓને પણ મળશે, તેમજ આ ચાર જિલ્લાના કેન્સરના દર્દીઓને અમદાવાદ આવવા-જવાનો ખર્ચ બચી જશે અને અન્ય મુશ્કેલીઓ પણ વેઠવી નહીં પડે.
આ સુવિધાઓ આપવા બદલ પોરબંદરના સેવાભાવી આગેવાનો, ડોક્ટર મિત્રો અને સ્વૈછિક સંસ્થાઓએ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech