સીબીએસઈ બોર્ડની પરીક્ષા પેટર્નમાં આવતા વર્ષથી થશે ધરમૂળ ફેરફાર

  • September 11, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સી.બી.એસ.ઈ. બોર્ડ પરીક્ષા પેટર્નમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે. સી.બી.એસ.ઈ. દ્રારા આગામી વર્ષે ૨૦૨૪માં યોજાનારી બોર્ડ પરીક્ષાઓમાં આ ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. વિધાર્થીઓને ફેરફારો વિશે સમજાય તે માટે નવા સેમ્પલ પેપર પણ બહાર પાડવામાં આવ્યા છે.


નિષ્ણાતોના મતે, જે વિધાર્થીઓ આવતા વર્ષે બોર્ડની પરીક્ષામાં બેસવા જઈ રહ્યા છે તેઓ આ સેમ્પલ પેપરની મદદથી આ ફેરફારો જાણી શકશે. સી.બી.એસ.ઈ. ના આ સેમ્પલ પેપર વિધાર્થીઓને આગામી પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે તેની માહિતી આપશે. પ્રશ્નો ઉપરાંત, વિધાર્થીઓ એ પણ જાણી શકશે કે પરીક્ષામાં કયા પ્રકારનું માકિગ હશે.


સીબીએસઈએ તેની સત્તાવાર વેબસાઈટ પર આ પેપર જાહેર કર્યા છે. બોર્ડની પરીક્ષામાં સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ૫૦ ટકા પ્રશ્નો યોગ્યતા આધારિત હશે. વર્ષ ૨૦૨૪માં બોર્ડની પરીક્ષા આપનારા વિધાર્થીઓ સી.બી.એસ.ઈ.ની અધિકૃત વેબસાઈટ પરથી આ નમૂના પેપરની પીડીએફ ડાઉનલોડ કરી શકે છે. વર્ષ ૨૦–૨૪ થી લાગુ થનારી સી.બી.એસ.ઈ. પરીક્ષામાં વધુ વિશ્લેષણાત્મક, ખ્યાલ આધારિત પ્રશ્નો હશે.


નિષ્ણાતોના મતે, આ સિવાય, એમસીકયુ અને ટૂંકા જવાબોમાં પ્રશ્નોની વિવિધતા સમાન રહેશે. લગભગ ૫૦ ટકા પ્રશ્નો એમસીકયુમાં પાંતરિત કરવામાં આવ્યા છે, જેના એકથી બે માર્કસ છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હવે બોર્ડની પરીક્ષાઓનો હેતુ વિધાર્થીઓમાં વિષયોની સમજનું મૂલ્યાંકન કરવાનો રહેશે. નિષ્ણાતોનું માનવું છે કે આ નવી પદ્ધતિથી કોચિંગ અને મેમોરાઇઝેશનની જરિયાત ઘટશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application