નાનામવા ગ્રાઉન્ડમાં આજકાલ ગરબા ધૂમ મચાવશે

  • September 25, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માડી....રૂમઝુમ કરતી આવી...ઝાંઝરને ઝમકારે....માડી.. સખીઓ સાથે લાવી...મોતી વેરાણા ચોકમાં...આવ્યા અંબે માં...આજકાલના ગરબામાં....નાના મવા ગ્રાઉન્ડમાં ઝગમગ થાય.. નવરાત્રી કાઉન્ટડાઉન શ થયું છે અને આજકાલના સંગાથે ગરબે ઝૂમવા જોમ–જુસ્સા સાથે તૈયાર થઈ ગયા છે. સંપૂર્ણ પારિવારિક માહોલ અને સડ સુરક્ષા કવચ સાથે નવા નાના મવા ગ્રાઉન્ડ પર સુપ્રસિદ્ધ સંગીતકારો અને ગાયકોના સથવારે આધુનિક સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ તેમજ ખેલૈયાઓને અનુપ વિશાળ ગ્રાઉન્ડમાં આ વર્ષે ખેલૈયાઓ રાસોત્સવની રમઝટ બોલાવશે.આજકાલ નવરાત્રી મહોત્સવનું સતત ૧૪માં વર્ષે ધમાકેદાર આયોજન થયું છે,સ્થળ નવું..સ્થાન નમ્બર વન..ના સરતાજ સાથે શહેરની મધ્યમાં વિશાળ ગ્રાઉન્ડમાં અનોખા અંદાજ સાથે ધૂમ મચાવશે આજકાલના ગરબા. આજકાલ ગ્રુપના મોભી ધનરાજભાઈ જેઠાણીના નેતૃત્વ હેઠળ એમ ડી ચંદ્રેશ જેઠાણી, મેનેજિંગ એડિટર અનિલ જેઠાણી, ગ્રુપ એડિટર કાના બાંટવાના માર્ગદર્શન હેઠળ આજકાલની સમગ્ર ટીમ નવરાત્રી મહોત્સવના જાજરમાન આયોજન માટે કાર્યરત છે.

આ વર્ષે આજકાલ ગ્રુપ દ્રારા નવા નજરાણા અને નવી વિશેષતાઓ સાથે નવરાત્રીના પ્રારભં સાથે જ માં શકિતની ભકિત સાથે ડ્રમ ઉપર દાંડી, કીબોર્ડ પર આંગળીની જુગલબંધી અને સંગીતની સુરાવલીઓ સાથે આજકાલના ગરબામાં યુવા હૈયાઓ ગરબે ઝૂમવા લાગશે. નવરાત્રી ની નવ નવ રાત ગરબે ઘુમતા ખેલૈયાઓને નિહાળતા સોહામણી લાગશે. પરંપરાગત પહેરવેશમાં સ, પ્રાચીન અને અર્વાચીન રાસનો સમન્વય તો અવનવા સ્ટેપ સાથે ખેલૈયાઓને આજકાલના આંગણે રમતા નિહાળવા એક લહાવો છે. ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે તેમજ આમંત્રિત મહેમાનો માટે આગવી સુવિધાઓ આજકાલ દ્રારા પૂરી પાડવામાં આવે છે આથી જ આજકાલ ના ગરબા ને નંબર વન ગરબાનું બિદ મળેલું છે.

ખેલૈયાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે તેવા આજકાલ ના ગરબામાં આ વર્ષે અનેક વિવિધ આકર્ષણો સાથે સુપ્રસિદ્ધ ગાયકો અને સાજીંદાઓ મન મૂકીને રાસ રસિયાઓને જુમાવી દેશે. વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ.. શુભમ કરોતું કલ્યાણમ ની પ્રાર્થના સાથે આજકાલ ગરબા કાર્યાલયનો પ્રારભં થતા ની સાથે જ પાસ માટે ખેલૈયાઓનો ઘસારો થઈ રહ્યો છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલૈયાઓને મન ભરીને આજકાલના ગરબા જુમાવી દેશે. બીજા કરતાં કંઈક અનોખી ભાત પાડતું અને આકર્ષણ ઉભું કરતા આ ગરબામાં આ વર્ષે નવા સ્થાન પર જઈ રહ્યા છીએ ત્યારે સંગીતમાં પણ નવું નજરાણું પીરસવા કલાકારો તૈયાર થઈ ગયા છે. રાજકોટ દેશ–વિદેશમાં અનેક ઇવેન્ટસ નું સફળતાપૂર્વક આયોજન કરનાર અને ૩૫ વર્ષથી આ ક્ષેત્રમાં સંકળાયેલા કલાસિક ઇવેન્ટના અતુલભાઇ દોશી અને વિશાલભાઈ દોશી એ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે શહેરની મધ્યમાં નવા જ સ્થળ ગરબા નું આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમે પણ કંઈક નવું પીરસવાની નેમ લીધી છે. આ વર્ષે પણ જેમ સ્ટેપમાં ગલગોટો,કાનુડો,ચલતી,દોઢીયું, સુરતી જેવી અનેક સ્ટાઇલ ખેલૈયાઓ માટે ફેવરિટ બને છે એવી જ રીતે અમે પણ ગરબામાં ખેલૈયાઓ ગરબે ઘુમવા મજબૂર થઈ જશે તેવાં ગીત અને ગરબા રજૂ કરીશું,આ ઉપરાંત નવ દિવસ સુધી અલગ અલગ ઇષ્ટ્રદેવતા જેમ કે ગણપતિજી, શિવ શંકર, દ્રારકાધીશ, મા જગદંબાની ભકિત સંગીત સ્વપે રજૂ કરવામાં આવશે જેમાં દરરોજ લયબદ્ધ ગીતોની પેશકશ કરવામાં આવશે. આજકાલ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ માં સંગીતકારો અને ગાયકો સુરીલી સરગમ છેડવા તૈયાર થઈ ગયા છે. જેમાં આ વર્ષે બોલીવુડ અને ઢોલીવૂડના ગાયકો ખેલૈયાઓને જલસાથી જુમાવવા તૈયાર છે જેમાં બોલીવુડની જાણીતી સિંગર સોમાલી રોય, સૌરાષ્ટ્ર્રનો ભાતીગળ અવાજ દેવાંશી ચાંગેલા, કાઠીયાવાડી ધરતીનો ધબકાર દિપકરાજ ચાવડા, નિલેશકુમાર વસાવડા આ ઉપરાંત ખેલૈયાઓની લાગણી અને માંગણીને પૂરી કરવા કપિલ કુમાર પણ ધૂમ મચાવવા આવી રહ્યા છે. યારે સંગીતની સુરાવલીઓ છેડસે હસમુખ નિમાવત, હર હંમેશની જેમ બ્રધર્સ બીટના સલીમ જેરીયા અને ઇમરાન જેરિયા, રીધમ બોકસમાં અમિત કાચા, નીતિન જાદવ,સંગીતની આન, બાન અને શાન એવા ગણેશ નાગડે ગિટાર પર ધૂમ મચાવસે. યારે સૌરાષ્ટ્ર્રનું સુપ્રસિદ્ધ ગણેશ સાઉન્ડના આશિષભાઈ અને રોહિત વડોદરિયા ધમાકેદાર હાઈ વોટ સાઉન્ડ સિસ્ટમ સાથે ખેલૈયાઓને ગરબે ઘૂમવાની જમાવટ થઈ જશે.અતુલભાઇ અને વિશાલભાઈ જણાવ્યું હતું કે ,અત્યારે સંગીતના ટ્રેન્ડ બદલાઈ રહ્યા છે પરંતુ આજકાલે હંમેશા પોતાની ગરિમા જાળવી રાખી છે. આજકાલના ગરબામાં પ્રાચીન ગરબા અકબધં અને અર્વાચીનને પ્રાધાન્ય સાથે કલાસિક ઇવેન્ટના ઓર્કેસ્ટ્રાના તાલે રાસ રસીયાઓ ગરબાની રમઝટ બોલાવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News