રાજકોટ મહાપાલિકામાં ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં નાના મવા ચોકના પ્લોટની જમીન હરાજી રદ કરીને હાલ સુધીમાં બિલ્ડરે ભરેલા પિયા ૧૮ કરોડની રકમ જ કરવા મ્યુનિસિપલ કમિશનરે દરખાસ્ત કરી હતી પરંતુ શાસકોએ આ દરખાસ્ત પેન્ડિંગ રાખી છે. આ મામલે મહાપાલિકાને બિલ્ડર તરફથી એવા મતલબની અરજી અપાઇ હતી કે તેઓએ જમીન ખરીધા બાદ બબ્બે કોર્ટ મેટર થતા તેમને ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડો છે અને કોર્ટ મેટર મામલે મહાપાલિકા તંત્રની પણ જવાબદારી ફિકસ થાય છે આથી આ દરખાસ્ત અંગે વિચારણા કરવામાં આવે. આરજીના અનુસંધાને ફકત સ્ટેન્ડિંગ કમિટીની એક મિટિંગ પૂરતી આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે તેવું ચેરમેન દ્રારા જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાન આ મામલે આજે મહાપ્લિકરની લોબીમાં તદ્દન નવી જ વિગતો ચર્ચાથી જોવા મળી હતી જેમાં થતી ચર્ચા અનુસાર સ્ટેન્ડિંગ કમિટી દરખાસ્ત વધુ સમય માટે પેન્ડિંગ રાખે મંજૂર કરે કે ના મંજૂર કરે ટૂંકમાં કોઈ પણ નિર્ણય કરે તો પણ જમીનની કિંમત મામલે ફેરવેલ્યુએશન તો થશે જ !
વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ નમવાની જમીન મામલે હજી સુધી કોર્ટે કોઈ મુદ્દે સ્ટે આપ્યો નથી તદઉપરાંત યારે ટીપી સ્કીમ બને ત્યારે દરેક બાબત ડબલ ફિલ્ટર થતી જ હોય છે અને સરકારના ટીપીઓ સુધી વાંધા, સૂચનો, રજૂઆતો પહોંચતી હોય છે અને તેમાંથી ગ્રાહ્ય રાખવા પાત્ર વાંધા–સૂચનો અને રજૂઆતો ગ્રાહ્ય પણ રાખવામાં આવતા હોય છે આથી જે પ્રકારનો કાનૂની મામલો ઉપસ્થિત કરવામાં આવ્યો છે તેમાં હાલ સુધીમાં કેમ કયારેય કોઇ જ મુદ્દો ઉપસ્થિત કરાયો નહીં અને જમીન વેચાણ બાદ જ કાનૂની મુદ્દો ઉપસ્થિત કરાયો તે બાબત પણ વિચારનીય બની છે. મહાપાલિકા તત્રં દ્રારા ઉપરોકત પ્લોટ વેચાણમાં મુકાયો તેના એક મહિના પૂર્વે અખબારોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હોય છે મતલબ કે પબ્લિક નોટિસ પણ પ્રસિદ્ધ કરાઈ હોય છે આથી જો કોઈનો હિત સંકળાયેલું હોય તો તેવા લોકોએ રાજી વખતે કેમ દાવો ન કર્યેા ? તે પણ એક સવાલ છે. મૂળ માલિકની ૪૦ ટકા જમીન કપાત કરવામાં આવી છે અને બાકીની ૬૦ ટકા જમીન રહેશે તો પૂરેપૂરી જમીન મામલે પણ કેમ કોઈ કાર્યવાહી ન કરાય તે બાબત પણ ચર્ચાનો વિષય બની છે.
સુત્રોએ ઉમેયુ હતું કે જે તે સમયે જમીનની કિંમત લેન્ડ ડિસ્પોઝલ કમિટી દ્રારા નક્કી કરવામાં આવતી હોય છે અને આ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનર ટાઉન પ્લાનિંગ ઓફિસર જિલ્લા કલેકટર ડાના ચીફ એકિઝકયુટિવ ઓથોરિટી તેમજ સરકારના ટીપીઓ સહિતના અધિકારીઓ સમાવિષ્ટ્ર હોય છે અને જે તે વિસ્તારમાં જમીન વેચાણ કરવાની હોય તે વિસ્તારની જમીનનો ના છેલ્લા એક વર્ષમાં જેટલા દસ્તાવેજ થયા હોય તેની સરેરાશ કાઢીને તે મુજબનો ભાવ નક્કી કરવામાં આવતો હોય છે. નિયમ અનુસાર અસોદો થયા બાદ જો એક વર્ષ સુધી દસ્તાવેજ ન થાય અને બીજા વર્ષમાં દસ્તાવેજ કરવાનો થાય તો બીજા વર્ષમાં થયેલા વેચાણ દસ્તાવેજોના ભાવની સરેરાશ મેળવીને તે કિંમત મુજબ દસ્તાવેજ કરવાનો થાય. આ મુજબ સ્ટેન્ડિંગ કમિટી કોઈપણ નિર્ણય લે દરખાસ્તને મંજૂર કરે ના મંજૂર કરે કે પેન્ડિંગ રાખે તો પણ નવેસરથી વેલ્યુએશન તો કરવું જ પડે અને નવા વેલ્યુએશન મુજબના ભાવ અનુસાર જ દસ્તાવેજ કરવાનો થાય.
અહીં સો મણનો સવાલ એ પણ છે કે સ્ટેન્ડિંગ કમિટીની આગામી મિટિંગમાં આ અંગેનો નિર્ણય થઈ જશે કે કેમ ? એવી પણ ચર્ચા થતી જોવા મળી રહી છે કે ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગએ લોકસભા ચૂંટણી પૂર્વેની અંતિમ સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ હતી જો ટૂંક સમયમાં આચારસંહિતા જાહેર થઈ જશે તો હવે મિટિંગ મળશે પરંતુ તેમાં નિર્ણય થઈ શકશે નહીં આથી જો આ ચર્ચા સાચી હોય તો જમીનની આ દરખાસ્ત અંગેનો નિર્ણય હવે કયારે થશે તે કોઈ કહી શકે તેમ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમગની દાળ પણ વજન ઘટાડવામાં મદદ કરે છે, જાણો એક્સપર્ટ પાસેથી ડાયટમાં સામેલ કરવાની રીત
November 07, 2024 04:03 PMછઠ પૂજા વ્રતના પારણા કેવી રીતે થશે પૂર્ણ?
November 07, 2024 03:56 PMઆજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે, જાણો છઠ વ્રતની કથા અને પૂજાનું મહત્વ?
November 07, 2024 03:54 PMજૈન ધર્મના લોકો જમીનમાં ઉગેલી વસ્તુઓ કેમ નથી ખાતા? જાણો કારણ
November 07, 2024 03:50 PMઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech