રાજકોટ મહાપાલિકામાં આવતીકાલે તા.૧૯ને મંગળવારે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષ સ્થાને મળનારી જનરલ બોર્ડ મિટિંગના એજન્ડામાં સફાઇ કામદારોના વારસદારોને નોકરી આપવા અંગે નિર્ણય કરવા સહિતની કુલ છ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે. તદઉપરાંત સ્માર્ટ સિટી એરિયાનું અટલ સિટી નામકરણ કરવા અંગેની અરજન્ટ બિઝનેસ દરખાસ્ત રજૂ થશે. પ્રશ્નકાળમાં પ્રથમ ક્રમે મવડી વોર્ડ નં.૧૨ના ભાજપના કોર્પેારેટર મગનભાઇ સોરઠીયાએ પુછેલો પ્રશ્ન ચર્ચામાં આવશે જેમાં તેમણે પુછયું છે કે અમૃત મિશન હેઠળ કુલ કેટલી ગ્રાન્ટ મળી અને તેમાંથી કેટલા વોર્ડવાઇઝ કેટલા વિકાસકામો થયા. એકંદરે દરેક બોર્ડ મિટિંગની જેમ આ એક જ પ્રશ્નની ચર્ચામાં પ્રશ્નકાળ સમા થઇ જાય તો નવાઇ નથી. બીજીબાજુ વિપક્ષ કોંગ્રેસના કુલ ચારમાંથી બે કોર્પેારેટરોએ પ્રશ્ન ઇનવર્ડ કરાવ્યા છે અને તેમના પ્રશ્ન પાછલા ક્રમે હોય ચર્ચામાં આવવાની સંભાવના નહીંવત છે આમ છતાં શહેરમાં વધતા જતા ડેંગ્યુ સહિતના રોગચાળા મામલે વિપક્ષ શાબ્દિક તડાફડી બોલાવશે તેવા નિર્દેશ મળી રહ્યા છે. સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે વિપક્ષએ પુછેલા પ્રશ્નમાં એક પણ પ્રશ્ન રોગચાળાનો નથી. જનરલ બોર્ડ મિટિંગના એજન્ડામાં કુલ છ દરખાસ્તો સમાવિષ્ટ્ર છે જેમાં (૧) રાજકોટ મહાપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોને સેવાનિવૃત્તિ આપી, તેઓની જગ્યાએ તેમના વારસદારને નિમણુકં આપવા અંગે નિર્ણય કરવા (૨) વોર્ડ નં.૨માં રેસકોર્ષ રિંગ રોડ, બહુમાળી ભવન પાસે આવેલ સર્કલનું ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ નામકરણ કરવા તેમજ સ્વાતત્રં સેનાની ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમા મુકવા માટે જગ્યા ફાળવવા નિર્ણય કરવા (૩) નાયબ કમિશનરોને .૧૦ લાખ સુધીના ખર્ચ અને કરાર કરવાની સત્તા એનાયત કરવા નિર્ણય કરવા (૪) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પાર્ટટાઇમ હમાલનો પગાર વધારો મંજુર કરવા નિર્ણય કરવા (૫) વોર્ડ નં.૩માં મુસ્લિમ લાઇનમાં તથા જુની લોધાવાડ પોસ્ટ ઓફીસવાળા ઢાળીયો પાસે આવેલ પે એન્ડ યુઝ ટોઇલેટ તથા નરસંગપરામાં આવેલ કોમ્યુનિટી ટોઇલેટ દૂર કરવા અંગે નિર્ણય કરવા (૬) વોર્ડ નં.૭બ માં વિજય પ્લોટ શેરી નં.૨, વોંકળાના કાંઠે આવેલ પે એન્ડ યુઝ ટોઇલેટ દૂર કરવા નિર્ણય કરવા સહિતનો સમાવેશ થાય છે
જનરલ બોર્ડમાં ૧૮ કોર્પેારેટરએ પ્રશ્નો પુછયા એક કોર્પેારેટરે પ્રશ્ન પૂછયો પસ્તીનો નિકાલ કઈ રીતે કરો છો
૧. મગનભાઇ સોરઠીયા: અમૃત મિશન યોજના હેઠળ શહેરમાં કેટલી રકમના ખર્ચે કેટલા કામો થયા અને અમૃત ૨.૦ હેઠળ કેટલા કામોનું પ્લાનિંગ ચાલુ છે ? મનપાને છેલ્લા બે વર્ષમાં સરકાર તરફથી કેટલી ગ્રાન્ટ મળી ?
૨. ભારતીબેન પાડલીયા: રાજકોટ મનપાને આરોગ્યલક્ષી કામગીરી માટે સરકાર તરફથી છેલ્લા બે વર્ષમાં કેટલી ગ્રાન્ટ મળી, તે કયા કામોમાં ખર્ચ કરાઇ ? મ્યુનિ.ફાઇનાન્સ બોર્ડ તરફથી કેટલી ગ્રાન્ટ મળી, તે કયાં ખર્ચ કરાઇ ?
૩. કંચનબેન સિધ્ધપુરા: શહેરમાં કેટલા રેનબસેરા છે, સંચાલન કઇ સંસ્થા હસ્તક છે ? લાભાર્થીઓની સંખ્યા કેટલી ? સુવિધાઓ શું છે ?
૪. કેતનભાઇ પટેલ: સ્વચ્છ ભારત મિશન હેઠળ છેલ્લા એક વર્ષમાં લોકજાગૃતિ માટે કયા કાર્યક્રમો યોજાયા ? તેની વોર્ડવાઇઝ વિગતો
૫. મંજુબેન કુંગસિયા: પ્રોજેકટ શાખા દ્રારા રાય સરકારની કઇ કઇ યોજનાઓની અમલવારી કરવામાં આવે છે ? યોજના વાઇઝ કેટલા લાભાર્થીઓએ લાભ લીધો તેની વિસ્તૃત માહિતી
૬. વિનુભાઇ સોરઠીયા: શહેરમાં વોંકળાની કુલ સંખ્યા કેટલી ? કેટલાની સફાઇ થઇ, કેટલાની બાકી ? આગામી ચોમાસા પહેલા સફાઇ થઇ જશે કે કેમ?
૭. કંકુબેન ઉધરેજા: રાજકોટમાં કુલ કેટલી લાઇબ્રેરી તેમાં કેટલા પુસ્તકો, સભ્ય ફીની આવક કેટલી, રદ્દી પુસ્તકો અને વર્તમાનપત્રોની પસ્તીનો નિકાલ કઇ રીતે કરાય છે ?
૮. કોમલબેન ભારાઇ: રાજકોટ સહિતના શહેરોની હવા શુધ્ધ કરવા સરકારે કોઇ પ્રોજેકટ તૈયાર કર્યેા છે તે હકીકત સાચી હોય તો આ પ્રોજેકટની વિગતો આપો. કાલાવડ રોડ ઉપર પ્રેમમંદિર પાસે પીપીપી આવાસ યોજના બની ત્યાં કેટલા ઝુંપડા અને કેટલા મકાનો હતા તેમજ ત્યાં કેટલા લોકો કેટલા સમયથી રહેતા હતા તેની વિગતો પુરાવા સાથે આપશો.
૯. સંજયસિંહ રાણા: શહેરમાં કુલ કેટલી સ્માર્ટ સોસાયટી છે, છેલ્લા એક વર્ષમાં કેટલી નવી સ્માર્ટ સોસાયટી બની ? આ અંગેના નીતિ નિયમો શું છે ? છેલ્લા એક વર્ષમાં કેટલી ગ્રાન્ટ અપાઇ ? વોર્ડવાઇઝ સંપૂર્ણ વિગતો આપશો.
૧૦. જયશ્રીબેન ચાવડા: ૨૦૨૪–૨૫માં મિલ્કતવેરો નહીં ભરનાર કેટલા મિલ્કતધારકોને નોટિસ અપાઇ ? કેટલી મિલકતોની હરરાજી કરાઇ, કેટલી મિલકતો સીલ કરાઇ ? વેરા આવક ટાર્ગેટ પ્રા કરવાનું આયોજન શું છે ?
૧૧. ડો.હાર્દિક ગોહિલ: શહેરના કેટલા વિસ્તારોમાં હાઇ માસ્ટ લાઇટ નખાઇ ? નવા ભળેલા વિસ્તારોમાં કેટલી સ્ટ્રીટ લાઇટસ ફિટ કરાઇ ?
૧૨. પુષ્કરભાઇ પટેલ: હાલ કયા વોર્ડમાં ડીઆઇ પાઇપ લાઇનની કામગીરી પૂર્ણ થઇ ? કયા વોર્ડમાં ચાલુ છે ? આવનારા દિવસોમાં ડીઆઇ પાઇપલાઇન નાખવાનું શું આયોજન છે ?
૧૩. અલ્પાબેન દવે: બાંધકામ શાખા દ્રારા છેલ્લા છ માસ દરમિયાન કેટલા રોડ રસ્તા રિપેરિંગ, પેચવર્ક, રિ–કાર્પેટ કરવામાં આવ્યા ? તેની વોર્ડ વાઇઝ વિસ્તૃત સંપૂર્ણ વિગતો આપશો.
૧૪. પરેશભાઇ આર.પીપળીયા: શહેરમાં સફાઇ કામગીરી માટે કુલ કેટલા મશીનોનો ઉપયોગ લેવામાં આવે છે ? ભવિષ્યમાં આ મશીનોની ખરીદી અંગે શું આયોજન છે ?
૧૫. હિરેનભાઇ ખીમાણીયા: રાજકોટમાં કુલ કેટલા હોડિગ બોર્ડ છે ? ખાનગી મિલકતો ઉપર હોડિગ બોર્ડ કેટલા ? હોડિગ બોર્ડ રાખવાના નિયમો શું છે ? છેલ્લા એક વર્ષમાં કુલ કેટલી આવક થઇ ? હોડિગની કઇ કઇ સાઈટમાં કેટલી સાઈઝના બેનર રાખવામાં આવે છે ?
૧૬. સોનલબેન સેલારા: મ્યુનિ.અર્બન હેલ્થ સેન્ટરોનો છેલ્લા છ માસમાં કેટલા શહેરીજનોએ લાભ લીધો છે ? કુલ કેટલા અર્બન હેલ્થ સેન્ટરો આવેલા છે ?
૧૭. ડો.દર્શના પંડા: રેસકોર્સ સંકુલના એથ્લેટીક ટ્રેક, ટેનિસ ક્રિકેટ, બેડમિન્ટન તથા અન્ય રમતગમતનો છેલ્લા એક વર્ષમાં કેટલા શહેરીજનોએ લાભ લીધો ? કુલ કેટલી ફી આવક થઇ ? આ મેદાનો માટે છેલ્લા એક વર્ષમાં નિભાવણી ખર્ચ કેટલો કરવામાં આવ્યો હતો?
૧૮. વશરામ સાગઠીયા: રાજકોટ મહાપાલિકાની દરેક ટીપી સ્કિમમાં પાકિગ માટે કેટલા અનામત પ્લોટ રાખવામાં આવે છે ? પાકિગ માટેના અનામત પ્લોટસની હાલની સ્થિતિ શું છે ? તે જણાવશો. સફાઇ કામદારોના વારસદારોની ભરતી કરવા અંગેનો જનરલ બોર્ડ ઠરાવ બીપીએમસી એકટના કયા કાયદા– નિયમ મુજબ કરવામાં આવેલ છે ? તેની સંપૂર્ણ વિગતો આપશો.જનરલ બોર્ડમાં ૧૮ કોર્પેારેટરએ પ્રશ્નો પુછયા
એક કોર્પેારેટરે પ્રશ્ન પૂછયો પસ્તીનો નિકાલ કઈ રીતે કરો છો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech