BREAKING NEWS

અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીના ઘરે ગૂંજી કિલકારી, લગ્નના ૧૦ વર્ષ બાદ આપ્યો જોડિયા પુત્રોને જન્મ

  • May 26, 2026 04:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેલિવિઝન જગતની લોકપ્રિય ધારાવાહિક 'યે હૈ મોહબ્બતેં'માં 'ઇશી મા' ના પાત્રથી દર્શકોના દિલ જીતનાર જાણીતી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી દહિયા માતા બની ગઈ છે. લગ્નના ૧૦ વર્ષ બાદ દિવ્યાંકા અને તેના પતિ વિવેક દહિયાના ઘરે બમણી ખુશીઓ આવી છે. અભિનેત્રીએ જોડિયા (ટ્વિન્સ) પુત્રોને જન્મ આપ્યો છે. આ ખુશખબર આ દંપતીએ સોશિયલ મીડિયા પર એક સુંદર પોસ્ટ શેર કરીને પોતાના ચાહકો સાથે વહેંચી છે.



સોશિયલ મીડિયા પર અનોખી જાહેરાત
૨૬ મે, ૨૦૨૬ના રોજ વિવેક અને દિવ્યાંકાએ ઇન્સ્ટાગ્રામ પર આછો વાદળી રંગનો પોશાક પહેરેલા બે નવજાત બાળકોનું એક પોસ્ટર શેર કર્યું હતું. આ પોસ્ટર પર લખ્યું હતું, 'અમે ખુશી માંગી હતી, ભગવાને કહ્યું- બમણી ખુશી લો. જોડિયા પુત્રોના આશીર્વાદ મળ્યા છે.' 
આ પોસ્ટની કેપ્શનમાં તેમણે આનંદ વ્યક્ત કરતાં લખ્યું કે, 'આખરે પ્રતીક્ષાનો અંત આવ્યો છે, અમારા દીકરાઓ આવી ગયા છે અને જિંદગી અમારી કલ્પના કરતાં પણ વધુ સુંદર લાગી રહી છે. મારા કરણ અર્જુન આવી ગયા.



'પ્રશંસકો અને સેલેબ્સનો અભિનંદન વર્ષા
માર્ચ મહિનામાં આ કપલે પોતાની પ્રેગ્નન્સીની સત્તાવાર જાહેરાત કરી હતી, જે બાદ ફોટોશૂટની તસવીરો પણ શેર કરી હતી. હવે તેમના માતા-પિતા બનવાના સમાચાર સામે આવતા જ માહી વિજ, શ્રેનુ પરીખ અને હિતેન તેજવાની સહિતના અનેક ટીવી કલાકારો તેમજ અસંખ્ય ચાહકો સોશિયલ મીડિયા પર આ નવજાત શિશુઓ પર પ્રેમ વરસાવી રહ્યા છે અને નવા માતા-પિતાને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬માં લગ્નગ્રંથિથી જોડાયેલા દિવ્યાંકા અને વિવેકની પ્રથમ મુલાકાત પણ ટીવી શો 'યે હૈ મોહબ્બતેં'ના સેટ પર જ થઈ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application