ઓટી બહાર કૂતરાના મોઢામાં માસના ટુકડાનો વિડીયો વાયરલ થયા બાદ ઉહાપોહ મચ્યો હતો
જી.જી. હોસ્પિટલના ઓટી બહાર એક કૂતરાના મોઢામાં માસનો ટુકડો છે, એ દશર્વિતો વિડીયો વાયરલ થયા બાદ ભારે કચવાટ ફેલાયો હતો, દરમ્યાનમાં આજે જી.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. દિપક તિવારીએ આ સમગ્ર મામલે સત્તાવાર પ્રત્યાઘાત આપીને કહ્યું છે કે કૂતરાના મોઢામાં માસનો ટુકડો ન હતો, પરંતુ દર્દીને બાંધવામાં આવેલા અને પછી છોડી દેવાયેલા પાટાનો ટુકડો હતો, જેમાં સ્વાભાવિક રીતે લોહી લાગેલું હોય, આ ઉપરાંત એમણે સમગ્ર મામલે સીક્યુરીટી વિભાગ સામે કડક પગલા લેવા સામેની પણ વાત કરી છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં શ્વાન ના આંટાફેરા અને માંસના ટુકડા લઈને જતાં શ્વાનના વિડીયો વાયરલ થયા પછી જી.જી. હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ કરાયા છે, અને કસૂરવાર સામે તાત્કાલિક પગલાં ભરાશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઓપરેશન થિયેટર માંથી શ્વાન દ્વારા માંસના ટુકડા લઈને ફરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેના હોસ્પિટલના વર્તુળમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જી.જી. હોસ્પિટલના સુપ્રી. ડો. દીપક તીવારી સમક્ષ આ મામલો પહોંચ્યો હોવાથી તેઓએ તાત્કાલિક અસરથી તપાસના આદેશો કયર્િ છે, અને આ પ્રકરણમાં જે કોઈપણ કસુરવાર જણાશે, અથવા તો તેઓની બેદરકારી સામે આવશે, તેઓ સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.
જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દિપક તીવારી પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે, જુની બિલ્ડીંગમાં મોટેભાગે કેટલીક જગ્યાઓ ખુલ્લી છે, આ અંગે સિકયુરીટીને કડક સૂચના આપી છે, તેઓએ લાકડી લઇને આ પ્રકારના પશુઓને હટાવવા આપણે કોશિષ એ રહેશે કે હોસ્પિટલમાં કૂતરા ન આવે તે માટેની વ્યવસ્થા ગોઠવવી, લોકોને પણ એવી અપીલ કરવામાં આવે છે કે દવાખાનામાં કૂતરાઓનું બીસ્કટ ખવડાવવાનું પણ બંધ કરે, જે તે સમયે ફરજ પર હતા તે સિક્યુરીટી ગાર્ડ સામે પણ કડક પગલા લેવામાં આવશે.
આ ઘટના બે દિવસ પહેલા રાતના સમયે જુની બિલ્ડીંગમાં ચારેબાજુ ખુલ્લું હોય, ઓપરેશનના થિયેટરના બહારની ઘટના બની છે, એક નાનું કુતં દર્દીને પાટા પીંડીમાં કાઢી નાખ્યું હોય તે લઇને કુતં બહાર આવ્યું હતું, આ અંગે ખૂબ જ કડક છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMધૂમ 4 માં રણબીર કપૂરની એન્ટ્રી?
November 22, 2024 12:17 PMમાત્ર માથાનો દુખાવો જ નહીં, આ લક્ષણો પણ હાઈ બ્લડ પ્રેશરના સંકેત
November 22, 2024 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech