હેલિકોપ્ટરની કથળેલી સેવાના મામલે કેબિનેટની બેઠકમાં મચ્યું ધમાસાન

  • December 28, 2023 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારની માલિકીના હેલિકોપ્ટર ના મામલે રાય સરકારના નવુ વિમાન અને જૂનુ વિમાન ચાર્ટર અને હેલિકોપ્ટર એમ ત્રણેય માટે પાયલોટ, મેન્ટેનન્સ અને કવોલિટી ચેકિંગની કામગીરી આઉટસોસિગથી મેળવવાનું શ કરતા પાયલોટ હવે કોઇ પણ પ્રકારનુ જોખમ લેવા તૈયાર નથી આથી છાશવારે મુખ્યમંત્રી અને રાયપાલને છેલ્લ ા ચાર છ મહિનામા રસ્તે રઝડવાનો વારો આવ્યો છે.પરિણામે મુખ્યમંત્રી અને રાયપાલ ના પૂર્વ નિર્ધારિત અનેક કાર્યક્રમોનો શિડયુલ, પ્રોટોકોલ અને સલામતી વ્યવસ્થા ખોરવાતા તેના પડઘા કેબિનેટ ની બેઠક મા પડયા હતા.આ સમગ્ર વિવાદના મુળમા ડાયરેકટર એવીએશન ની સૂચના બાદ પણ હેલિકોપ્ટર અને પ્લેનનુ મેન્ટેનન્સ અને કવોલિટી ચેકિંગની કામગીરી આઉટસોસિગ જવાબદાર હોવાનુ બહાર આવ્યુ છે.

ગત ઓગસ્ટ મહિનાથી ગુજસેલ વિવાદે ચઢયુ છે. સળગં છઠ્ઠી સાતમી વખત ગુજરાત સરકારની માલિકીના ડૌફિન હેલિકોપ્ટર મુખ્યમંત્રી અને રાયપાલ માટે ઉપલબ્ધ ન થતા ગુજરાત સ્ટેટ એવિયેશન ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની લિમિટેડ– ગુજસેલ, નાગરીક ઉડ્ડયન પ્રભાગમાં ચાલી રહેલી આંતરીક હત્પંસતુંસી છાપરે ચડીને પોકારી ઊઠી છે.
મંગળવાર અને બુધવાર એમ બંને દિવસોમાં ભાવનગરમાં રાયપાલના, કચ્છમાં મુખ્યમંત્રીના પૂર્વ નિર્ધારિત અનેક કાર્યક્રમોનો શિડયુલ, પ્રોટોકોલ અને સલામતી વ્યવસ્થા ખોરવાતા તેના પડઘા ગઈકાલે સાંજે મળેલી કેબિનેટની બેઠકમાં ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગુજસેલમાં ચાલતા વહિવટની પસ્તાળ પાડી હતી. જો કે, મુખ્યમંત્રીએ ચીફસેક્રેટરી રાજકુમાર દિલ્હી હોવાથી અને ઉડ્ડયન સચિવ હરિત શુકલા કચ્છ હોવાથી લાંબી ચર્ચા ન કરતા આ બંને સચિવોને બે દિવસમાં અહેવાલ સાથે હાજર રહેવા સુચવ્યુ હતુ.
ગુજસેલમા કરોડોના કૌભાંડોના કેસમાં અજય ચૌહાણને સસ્પેન્ડ કર્યા બાદ સરકારે ગુજસેલનો ચાર્જ આઈએએસ નીતિન સાંગવાને સોંપ્યો હતો. મત્સોધોગ કમિશનર સાંગવાને .૨૦૦ કરોડનુ નવુ વિમાન, જૂના ચાર્ટર અને હેલિકોપ્ટર એમ ત્રણેય માટે પાયલોટ, મેન્ટેનન્સ અને કવોલિટી ચેકિંગની કામગીરી આઉટસોસિગથી મેળવવાનું શ કરતા ઓગસ્ટ મહિનાથી ગુજસેલ વિવાદે ચઢયુ છે. હવે ગુજસેલનો ચાર્જ જેડાના એમ.ડી અજય પ્રકાશને સોંપાયો છે. પરંતુ, છેલ્લ ા ૩૦ દિવસથી જો હેલિકોપ્ટર હોય તો પાયલોટ ના હોય, બંને હોય તો મેન્ટેનન્સ, ચકાસણી કે કવોલિટી ચેકિંગ, એકઝામિનેશનને અભાવે હેલિકોપ્ટર બધં પડયાનું બહાર આવ્યુ છે. તો ડાયરેકટર જનરલ સિવિલ એવિએશન સુચનાઓની ઉપરવટ જઈ ને આઉટસોસિગ શ કરવામા આવ્યુ હોવાનુ બહાર આવયુ છે.પરિણામે પાયલોટ ગુજસેલ છોડી રહયા છે. ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનની સુચનાઓની ઉપરવટ જઈને આઉટસોસિગ શ કર્યાનો આક્ષેપ સાથે અનેક પાયલોટસે ગુજસેલ છોડયુ છે.આ છોડવા પાછળનુ કારણ ગુજરાતમાં પણ આંધ્રપ્રદેશની જેવી ઘટના સર્જાવા દહેશત વ્યકત કરી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application