શહેરના ભીલવાસમાં મટનની દુકાનમાંથી પોલીસે ચાલુ વર્ષે જાન્યુઆરી માસની શઆતમાં ૧૦૫ બોટલ શંકાસ્પદ નશાકારક સીરપનો જથ્થો કબજે કર્યેા હતો. જેમાં એફએસએલ રિપોર્ટમાં સીરપમાં કોડેઇન ડ્રગ્સની હાજરી મળતા આ મામલે પોલીસે સીરપ વેચનાર અને સીરપ વેચવા માટે આપનાર મેડિકલ સ્ટોર સંચાલક સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો છે. પોલીસની પૂછતાછમાં આરોપી આ પ્રકારે ૩૦૦ થી વધુ બોટલ વેચી નાખી હોવાની કબુલાત આપી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ગત તા. પાંચ જાન્યુઆરીના રોજ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના ભીલવાસ વિસ્તારમાં હત્પસેની ચોક પાસે આવેલી હસની હત્પશેની મટન સેન્ટર નામની દુકાનમાં નશીલા પ્રવાહીનું વેચાણ થતું હોવાની બાતમી મળતા દરોડો પાડી . ૧૦,૫૦૦ ની કિંમતની ૧૦૫ સીરપની બોટલનો જથ્થો કબજે કર્યેા હતો. બોટલ પર કોઈ લખાણ કે સ્ટીકર લગાવ્યું ન હતું. પોલીસે સ્થળ પરથી મળી આવેલા ભીલવાસમાં જ રહેતા હત્પસેન અહેમદભાઈ કટારીયા (ઉ.વ ૩૬) અને રફીક ઉર્ફે જોન ગનીભાઈ ચૌહાણ (ઉ.વ ૩૫) ના નિવેદન નોંધ્યા હતા અને સીરપનું સેમ્પલ એફએસએલમાં મોકલ્યું હતું.
દરમિયાન આ સેમ્પલનો એફએસએલ રિપોર્ટ આવી જતા તેમાં એવું જણાવ્યું હતું કે, આ સીરપમાં કોડેઇન ડ્રગ્સની હાજરી છે કોડેઇન ડ્રગ્સ ઓફિણમાંથી બને છે આમ પ્રતિબંધિત ડ્રગ્સ વેચવા અંગે પોલીસે હત્પસેન કટારીયા, રફિક ચૌહાણ અને કોઠારીયામાં મેડિકલ સ્ટોર ચલાવતા જૈમીન સુધીરભાઇ ઠુમર (ઉ.વ ૨૫ રહે. આલોક રેસીડેન્સી કોઠારીયા) સામે ગુનો નોંધ્યો છે. પોલીસની તપાસમાં હત્પસેને જણાવ્યું હતું કે, તે ૧૫ એક વર્ષથી આ સીરપનો નશો કરતો હતો. જેથી તે નશાનો બંધાણી ગયો હોય ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ સીરપની બોટલ આપવી ગુનો હોય તે માટે તે મેળવવા મુશ્કેલી હતી. જેથી તે વધુ રકમ ચૂકવી આ બોટલ મેળવી નસો કરતો હતો. મેડિકલ સ્ટોર સંચાલક જૈમીન ઠુંમરનો પરિચય થયા બાદ તેણે મોટો જથ્થો આપવાની વાત કરી હતી અને તેની પાસેથી અગાઉ ૩૦૦ થી વધુ બોટલ ખરીદી હતી અને તેનું વેચાણ પણ કરી નાખ્યું હતું. પિયા ૧૩૦ ની બોટલ તે ગ્રાહકોને પિયા ૨૦૦માં વેચતો તેમજ મેડિકલ સ્ટોર સંચાલકે તેને બોટલ પરથી સ્ટીકર કાઢી નાખવા માટે સૂચના આપી હોય તે સ્ટીકર કાઢી આ બોટલોનું વેચાણ કરતો હતો. છેલ્લે ૧૦૫ બોટલ લઈને આવ્યો હતો દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ જતા આ કારસ્તાનનો પર્દાફાશ થયો હતો
આરોપી પાસે મેડિકલ સ્ટોરનું લાયસન્સ પણ નથી !
પોલીસ તપાસમાં એવી વિગત જાણવા મળી હતી કે આરોપી જૈમિન ઠુંમર પાસે મડિકલ સ્ટોરનું લાયસન્સ નથી.તે આ શ્રીરાજ મેડિકલનું લાયસન્સ તેના મિત્ર વિવેક સાવલીયા(રહે. કલ્યાણ એપાર્ટમેન્ટ,મવડી) ના નામનું છે.જે હાલ કયાં રહે છે તેનું સરનામું તેને ખબર નથી.તે મિત્રતાના દાવે ૨૦૨૦ થી મેડિકલ સ્ટોર સંભાળી .૩ હજાર માસિક ભાડુ ચૂકવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતમને સ્વર્ગમાં મોકલવાનું નક્કી કર્યું છે... અરે...અરે..ખડગેએ અમિત શાહને આવું કેમ કહી દીધું?
April 28, 2025 05:19 PMતુર્કીએ ભારત સાથે દગો કર્યો, પાકિસ્તાનને મોકલ્યા જથ્થાબંધ હથિયારો
April 28, 2025 04:51 PMમુંબઈ 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની વધુ 12 દિવસ કસ્ટડી લંબાવી, NIA કોર્ટનો હુકમ
April 28, 2025 04:46 PMશહેરના કુંભારવાડા વિસ્તારમાં પોલીસની સતત તપાસ
April 28, 2025 04:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech