જેતપુરના બાવા પીપળીયા ગામના સિમ વિસ્તારમાં ત્રણ દિવસ પૂર્વે ખુલ્લ ા કૂવામાં એક સિંહનું અકસ્માતે પડી જવાથી મોતના બનાવમાં વન વિભાગના કોઈ કર્મચારીએ લાયન શો કર્યેા હોય અને તેમાં તમામે નશો કરી સિંહને ભગાડતા તેનું કૂવામાં પડી જવાથી મોત થયું હોવાની ચર્ચાએ જોર પકડું છે.જોકે, આરએફઓ આ વાત બિલકુલ અફવા હોવાનું જણાવેલ.
બાવાપીપળીયા ગામે ત્રણ દિવસ પૂર્વે સોમવારે સિમ વિસ્તારમાં એક વાડીના ખુલ્લ ામાં કૂવામાં અકસ્માતે સિંહ પડી ગયો હતો. જેની જાણ સ્થાનિકોએ ફોરેસ્ટ ખાતાને કરતા ફોરેસ્ટ ખાતાના ડીસીએફ, આરએફઓ તેમજ બીટ ગાર્ડ સહિતના અધિકારીઓ સ્થળ પર આવી કુવામાંથી સિંહને બહાર કાઢો હતો. ત્યારબાદ સિંહના મોતનું કારણ જાણવા પીએમ માટે જૂનાગઢ સક્કરબાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સિંહનું મોત ફેફસામાં પાણી ભરાય જવાથી થતા એટલે પાણીમાં ડૂબી જવાથી થયાનું પ્રાથમિક રીપોર્ટ આવ્યો હોવાનું ડીસીએફ તુષાર પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવેલ.
પરંતુ સિંહનું મોત અંગે સ્થાનિકોમાં જુદી ચર્ચા જાગી છે જેમાં આ વિસ્તારમાં જુદાજુદા ત્રણેક સિંહ પરિવારોએ છેલ્લ ા ત્રણેક મહિનાથી ધામાં નાખ્યા છે. અને આ પરિવારો જેતપુર પંથકના ગીરને અડીને આવેલા જુદાજુદા ગામોમાં ઘુસી પશુઓના મારણ કર્યા હોવાના સોશ્યલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયેલા. એટલે આ સિંહોને જોવા માટે લોકોમાં ભારે તાલાવેલી છે
જેમાં પંથકમાં ચર્ચાતી વિગત મુજબ બાવાપીપળીયા ગામના સિમ વિસ્તારમાં સિંહ હોય ફોરેસ્ટ ખાતાના કોઈ કર્મચારીએ કેટલાક લોકોને જોવા માટે એટલે લાયન શોમાં બોલાવ્યા હતાં. ત્યાં મહેફિલો જામી હતી જેમાં સિંહ દેખાતા કેટલાક બહાદુરવીર સિંહ પાછળ દોટ મુકતા સિંહ ભાગતા આ કૂવામાં ખાબકયો હતો. અને જીવતા સિંહને કુવામાંથી બહાર કાઢવા માટે મશીનરી અને ફોરેસ્ટનો ટ્રેઇની સ્ટાફ જોઈએ તે કોઈ ન હોવાને કારણે સિંહને કૂવામાં પડેલ અવસ્થામાં છોડીને ઉપસ્થિત લોકો ચાલ્યા ગયા હતા જેથી સિંહ કૂવામાં પાણીમાં ડૂબી જતાં મોત નીપયું હતું.
મારો કોઈ કર્મચારી આલ્કોહોલિક નથી–આરએફઓ
જેતપુર રેન્જના આરએફઓ પરેશ મોરડીયાને પૂછતાં તેઓએ જણાવેલ કે, આ વાત બિલકુલ ઉપજાવી કાઢેલ છે મારો કોઈ કર્મચારી આલ્કોહોલિક નથી અને તે કયારેય લાયન શો કરતો નથી. આ માટે મારા કર્મચારીનું આલ્કોહોલ ટેસ્ટ કરાવવા માટે પણ હત્પં તૈયાર છું. આવી અફવાઓ ઉપર ધ્યાન ન આપવું. આમ, આરએફઓ તો છાતી ઠોકીને પોતાના તાબાના કર્મચારીઓને કલીન ચીટ આપે છે પણ પંથકમાં સિંહના મોતની ઉપરોકત ચર્ચાએ ભારે જોર પકડું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેટોડાના યુવાનને વ્યાજખોર બંધુની દુકાન બધં કરાવી દઇ સામાન ભરી જવા ધમકી
December 23, 2024 11:33 AMસુલતાનપુર નજીક ઇનોવાએ બાઇકને ઠોકર મારતા બાબરાના આધેડનું મોત, યુવકને ઇજા
December 23, 2024 11:31 AMહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 11:31 AMનવાગઢમાં ખૂની હુમલામાં ઘવાયેલા યુવકનું મોત: બનાવ હત્યામાં પલટાયો
December 23, 2024 11:30 AMકલ્યાણપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
December 23, 2024 11:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech