લોકભારતી ગ્રામવિધાપીઠ સણોસરામાં યોજાયેલ મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાન માળામાં વકતા રામ મોરીએ વિવિધ સંદર્ભેા સાથે 'લોકજીવનમાંથી મળતાં કથા અને કિરદારો' વ્યાખ્યાન આપતાં કહ્યું હતું કે, મંગળ પર પાણીની નહિ, મારા ખેડૂતનાં કૂવામાં પાણી નથી તે વાત કરવી છે.
ગોહિલવાડની સુપ્રસિદ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિધાપીઠ સણોસરામાં મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા અઢારમાં મણકાનું વ્યાખ્યાન વાર્તાકાર, પટકથા લેખક અને નાટકાર રામ મોરી દ્રારા વાર્તા સ્વપે તળપદી ભાષા પ્રયોગ સાથે સહજ રજૂ થયું હતું.
રામ મોરીએ પોતાનાં વતન અને બાળપણ, પરિવાર, પાદરનો પીપળો, જળમ કૂવો અને તેની ઘટનાઓ સાથે ઘર ડેલો અને પાડોશીઓ તેમજ લાખાવડનાં શિક્ષક જોરશંગભાઈ ચૌહાણથી લઈ મહેન્દ્રસિંહ પરમાર સહિત આજની તેમની સર્જન યાત્રા દરમિયાનનાં કવિ, સાહિત્યકારોનાં સંપર્ક સ્મરણ જણાવી પોતાને મળેલાં આસપાસનાં પાત્રોનું તત્કાલીન વર્ણન સાથે તેમનાં સર્જનમાં અપાયેલા સ્થાન વિશે પ્રવાહી અને હળવા વ્યગં તરગં સાથે થયેલી રજૂઆતમાં સૌને મજા પડી હતી. રામ મોરીએ કહ્યું હતું કે, મંગળની સપાટી પર પાણીની વાત મારે નથી કરવી, મારા પંથકનાં ખેડૂતનાં કૂવામાં પાણી નથી, તેની આંખોમાં પાણી તગતગે છે, તે વાત કરવી છે. તેમણે અભ્યાસ કાળમાં ભાવનગરમાં સૌ પ્રથમ મૂળશંકરભાઈ ભટ્ટનાં સાહિત્ય વાચનથી મળેલી પ્રેરણા અને ક્રમશ: તેમની સહજ સર્જન પ્રક્રિયાનો ચિતાર રસપ્રદ માણવા મળ્યો હતો.
વ્યાખ્યાન પ્રારંભે લોકભારતી વિશ્વવિધાલયનાં વિશાલ ભાદાણીએ આવકાર સાથે પરિચય વિધિ કરેલ. અહીંયા પ્રારંભે સંગીતવૃંદ દ્રારા સુંદર ગીતગાન થયું હતું. કાર્યક્રમ સમાપન સાથે દર્શનાબેન ભટ્ટે સુંદર ગીત રજૂ કરેલ. આભારવિધિ કરતાં વિક્રમ ભાઈ ભટ્ટે લાગણી વ્યકત કરી કે, પોતે જ નહિ પરંતુ અહીંયા રહેલ સૌ મૂળશંકરભાઈ ભટ્ટનાં વારસદાર રહેલાં છીએ. સંસ્થાનાં વડા અણભાઈ દવે, હસમુખ ભાઈ દેવમુરારી અને રાજેન્દ્રભાઈ ખીમાણી સાથે લોકભારતી પરિવાર સંકલનમાં રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech