એરપોર્ટના કોડને લઈને ગુંચ હટી, ટિકિટ રિ–ઇસ્યુ નહીં કરાવી પડે,પેસેન્જર્સને રાહત

  • August 26, 2023 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટૂંકા સમયમાં રાજકોટનું આધુનિક ઇન્ટરનેશનલ એરપોર્ટ શ થવા જઈ રહ્યું છે. રાજકોટ થી ઇન્ટરનેશનલ એરપોર્ટના સ્થળાંતર માટેની તૈયારીઓના ધમધમાટે વચ્ચે એરપોર્ટના કોડને લઈને ગુંચવણ ઊભી થઈ હતી જેને કારણે એવો મેસેજ ગયો હતો કે તારીખ ૯ અને ૧૦ ની તમામ ટિકિટ ફરીથી ઇસ્યુ કરાવી પડશે ટેકનિકલ કારણસર ગયેલા આ મેસેજથી એજન્ટ અને પેસેન્જરો અવઢવમાં મુકાઈ ગયા હતા. જોકે પછીથી એરલાઇન્સ એજન્સીઓએ આ બાબતે સ્પષ્ટ્રતા કરી છે કે, નવા એરપોર્ટ પર એચએસઆર કોડ જનરેટ થઈ ગયો છે. હમણાં સુધી જૂનો એરપોર્ટ કાર્યરત હોવાના લીધે રાજ હોવા ના કારણે આ મુજબની ટિકિટ જે તે સમયે બુકિંગ થઈ ગઈ હતી.

આ બાબતે ખુલાસો આપતા એર કંપનીઓના અધિકારીઓ જણાવ્યું હતું કે જે પેસેન્જર્સને વેબ ચેકિંગ કરાવવાનું હશે તેમને ટિકિટ કરાવવાની રહેશે બાકી આ ટિકિટ કરાવવાની કોઈ જરત નથી. જુના કોડ ના આધારે વેબ ચેકિંગ શકય નહીં બને આથી જે લોકોને વેબ ચેકિંગ ન કરાવું હોય તેમને એરપોર્ટ પરથી બોડિગ પાસ મળી રહેશે. આ અંગેની સ્પષ્ટ્રતા બાદ રાજકોટના ટ્રાવેલ એજન્ટ હોય તેમના પેસેન્જર્સને આ અંગેની માહિતી આપી દીધી છે.
​​​​​​​
આ ઉપરાંત એરલાઇન્સ કંપનીઓએ પેસેન્જર્સ માટે એવી સૂચના પણ જાહેર કરી છે કે હીરાસર એરપોર્ટ રાજકોટ થી ૩૨ કિલોમીટર દૂર હોવાના લીધે ત્રણ કલાક પૂર્વે તેવો એરપોર્ટ પર પહોંચી જાય જેથી કરીને સરળતાથી તમામ એરપોર્ટ પરની પ્રક્રિયા પૂરી કરી શકાય અને છેલ્લી ઘડીએ પેસેન્જર્સને જ ભાગદોડ ન રહે. અત્રે ઉલ્લેખનીય છે કે,તારીખ ૮ સપ્ટેમ્બર ના રોજ રાજકોટ એરપોર્ટ પરથી છેલ્લી લાઈટ ઉડાન ભરશે યારે ૯ તારીખે એરપોર્ટ રહેશે અને ૧૦ તારીખે નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રાબેતા મુજબ તમામ ફલાઈટ ઉડાન ભરસે. હાલમાં જે શેડુલ ચાલી રહ્યો છે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી રાજકોટમાં જે ટાઈમ પર લાઇટના સ્લોટ ફાળવેલા હતા તે યથાવત રાખવામાં આવ્યા છે.
તારીખ ૧૦ મી સપ્ટેમ્બર થી રાજકોટ નું નવું આધુનિક એરપોર્ટ શ થઈ જશે યાં વહેલી સવારની એર ઇન્ડિયા ની લાઈટ ને ઉડાન ભરવાની ગૌરવવંતી તક મળશે. હાલમાં જન્માષ્ટ્રમીના તહેવારો હોવાના લીધે રાજકોટ એરપોર્ટ ફુલ લેશમાં ટ્રાફિકથી જોવા મળશે. યારે તહેવારો બાદ નવા એરપોર્ટ પર ટ્રાન્સફર થવા માટેની પ્રક્રિયા પુરજોશમાં થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application