રાજયમાં પવિત્ર યાત્રાધામમાં જેની ગણનાં થાય છે. લાખો લોકોની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર છે. દરરોજ હજારો યાત્રિકો જે શહેરમાં આવે છે. તે ચોટીલા શહેરનાં સૌરાષ્ટ્ર્ર તરફથી આવતા પ્રવેશ દ્રાર ઉપર જ ખડકાયેલા કચરાનાં ગજં અને દૂર્ગધ મારતી ગંદકી શહેરના કહેવાતા સુશાસન અને સરકાર તેમજ તંત્રની દૂર્લક્ષતા અંગે સવાલ સર્જે છે.
ચામુંડાધામ એવા ચોટીલા શહેરને ૧૮ વર્ષ પૂર્વે નગરપાલિકા નો દરો મળ્યો છે. જેમા વિશેષ પ્રમાણમાં ભાજપ શાસિત બોડી નો કબ્જો રહ્યો છે. સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત ના મિશન અંતર્ગત અનેક સાધનો આવ્યા અને ડોર ટૂ ડોર સુકો ભીનો કચરાને ભરવામાં પણ આવે છે. પરંતુ ખાટલે મોટી ખોટએ રહી કે શહેરને એકત્ર કરાતા કચરાનાં નિકાલ કરવા માટે કોઇ કાયદેસરની ડમ્પિંગ સાઇડ ન મળતા પાલિકા દ્રારા ઘરે ઘરે અને દુકાનોમાંથી ઉઘરાવતા કચરાને શહેરની ભાગોળે સ્મશાન આગળ જ ભોગાવાનાં વહેણમાં છેલ્લ ા ઘણા સમય થી ઠાલવવામાં આવતા શહેરનાં સૌરાષ્ટ્ર્ર તરફનાં પ્રવેશ ઉપર જ મોટા ગંદા કચરાનાં ગંજની ગંદકીને કારણે આ રસ્તો દૂર્ગધ અને રોગચાળો ફેલાવવાનું એપી સેન્ટર જેવો બન્યો છે.
પાલિકાનાં માહિતગાર વર્તુળ માંથી જાણવા માળ્યા મુજબ છેલ્લ ા કેટલાક વર્ષ પૂર્વે પાલિકા દ્રારા સરકારમાં ડમ્પિંગ સાઇડ અંગે દરખાસ્ત મોકલી અપાયેલ છે. પરંતુ કોઇ પણ કારણોસર કેટલાક સરકારી વિભાગોની એન. ઓ. સી ન મળવાનાં કારણે છેલ્લ ા ઘણા વર્ષેાથી આ પ્રશ્ન ટલ્લ ે ચડેલ છે. પાલિકા દ્રારા ગંદો કચરો યાં ખુલ્લ ી જગ્યા મળે ત્યાં ઠાલવવાની ફરજ સમાન બનેલ છે.
હાલ ચોટીલા થી રાજકોટ તરફ જતા એડા મહાદેવ, જલારામ મંદિર અને કોલેજ તરફ જવાના મુખ્ય રસ્તા ઉપર આવેલા ભોગાવાનાં નાળા નજીક રોડ ની બંન્ને તરફ કચરાને ઠાલવવામાં આવે છે જેના મોટા ગજં ની ગંદકી અને દૂર્ગધ નાં કારણે લોકોનાં સ્વાસ્થ્ય પણ બગાડે તેવો ભય છવાયેલો રહે છે. બિમારીના ભય થી અનેક લોકો એ આ રોડ ઉપર પસાર થવાનું પણ ના છુટકે બધં કરેલ છે.
સુરેન્દ્રનગર જિલ્લ ામાં તમામ સ્તરે ચાલુ સરકારનું પ્રતિનિધિત્વ છે. અને ચોટીલા સવિશેષ વ્યકિતગત મહત્વ પણ છે તેમ છતા પવિત્ર યાત્રાધામ ની ડમ્પિંગ સાઇટ વગર નર્કાગાર જેવી સ્થિતિ ઉભી થઈ છે. શહેરનાં તેમજ આવતા યાત્રિકો ના જન આરોગ્ય અને સરકારનાં સ્વચ્છ ગુજરાત ના નારા ને ખરા અર્થમાં સાર્થકતા આપવા ચોટીલા ને વહેલી તકે કાયમી કાયદેસરની કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇડ મંજુર કરાય અને તેના સર સાધનો ફિટ થાય અને લોકોમાં બિમારીનો ભય દૂર થાય તે દિશામાં જિલ્લ ા ના તત્રં વાહકો ગતિમાન બને તે જરી બનેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે સન્માન સભા
April 24, 2025 11:13 AMઅસીમ મુનીર ઓસામા જેવો આતંકવાદી ભારતે પાકિસ્તાનનું ગળું ઘોંટી નાખવું જોઈએ
April 24, 2025 11:10 AMવેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ એકાએક બંધ: નોટીસ ઇસ્યુ
April 24, 2025 11:09 AMઆરોગ્ય તંત્ર દ્વારા લૂ (હિટ વેવ) લાગવાથી રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર
April 24, 2025 11:06 AMગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી મળી જાનથી મારી નાખવાની ધમકી
April 24, 2025 11:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech