ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કુલ ૧૨૮૮ શિક્ષકોની ઘટ

  • August 24, 2024 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભારે અછત છે. ભાવનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. ભાવનગર જિલ્લામાં ૧૨૮૮ શિક્ષકોની જગ્યા ખાલી છે. ભાવનગર જિલ્લામાં કુલ ૯૨૦ પ્રાથમિક શાળા છે તેમાં મંજૂર થયેલા શિક્ષકોની જગ્યા ૬૯૦૩ છે તે પૈકી હાલ ૫૬૧૫ શિક્ષકો પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવી રહ્યાં હોય ૧૨૮૮ શિક્ષકોની જગ્યા ખાલી છે.
શિક્ષકોની જગ્યા ખાલી રહેવાથી અભ્યાસ પર માઠી અસર થઈ છે.વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જયા છે તો આમાં કયાંથી ભણે ગુજરાત તે સળગતો સવાલ પણ ઉઠયો છે. જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી શિક્ષકોની ખાલી જગ્યાઓથી વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ બન્યું છે.બીજી તરફ ખાનગી શાળાઓને લાભ કરવાના હેતુથી સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં ન આવતી હોવાનું પણ વાલીઓમાં ચર્ચાઇ રહયું છે. ખાસ કરીને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયોમાં શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓના ભણતરની ગુણવત્તા પર અવળી અસર થાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News