ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈસ એન્ડ ઓઈલ મીલ્સ એસો.ના પ્રમુખ સમીર શાહે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ખાધતેલોના પેકિંગ માટે વપરાતા જૂના ટીન્સ વિષે ઘણી ચર્ચાઓ ચાલે છે. અને તેમનો વપરાશ બધં થવો જોઈએ તેવી વાત ચાલે છે. જૂના ટીન ન વાપરવા જોઈએ તેવો નિયમ પણ છે. અમૂક ઉત્પાદક એકમોના એસોસિએશન દ્રારા પણ આવી મુહિમ હાથ ધરવામાં આવી છે.
આવી ચળવળ બિનજરૂરી અને અશકય છે. આવી ચળવળ ચલાવનાર ઉત્પાદક એકમો તેમજ તેમના હોદેદોરો અને સંચાલકોનો જન્મ પણ થયો ન હતો ત્યારથી ખાધતેલ જૂના ડબ્બામાં પેક થતું આવ્યું છે અને તેનાથી જન આરોગ્ય સામે કોઈ ખતરો કયારે પણ ઉદભવ્યો નથી. આ ઉપરાંત અત્યારે જેટલા ડબ્બાઓ ભરાય છે તે ટોટલ જો નવા ડબ્બામાં જ ભરાય તો બજારમાં એટલા ખાલી નવા ડબા મળવા જ અશકય છે. અત્યારેે તેલના ડબ્બા જેમાંથી બને છે તે પ્લેટ બનાવતી માત્ર બે જ કંપનીઓ આપણા દેશમાં કાર્યરત છે. તેમજ આ પ્લેટમાંથી ડબા બનાવનાર યુનિટો પણ ગણ્યા ગાંઠયા છે. તો આવા નિયમનો જો કડક અમલ કરવામાં આવે તો બજારમાં ખાલી નવા ડબાની અછત સર્જાય જાય અને તેના ભાવમાં બેફામ વધારો થાય. જેનો માર અંતે તો પ્રજા પર જ આવે. તેમજ પેકિંગ માટે ડબાની અછત પડતા અમૂક જ જથ્થામાં ખાધતેલનો પુરવઠો બજારમાં આવે જેનાથી ખાધ તેલની પણ અછત સર્જાય અને લોકોને ખાધતેલનો ભાવ પણ ઉભો ખર્ચવો પડે.
અત્યારે જે ઘરવપરાશમાં ખાધતેલ વપરાય છે તે મહદ અંશે નવા ડબામાં અથવા તો સ્મોલ પેકમાં જ વપરાય છે અને તે વર્જિન મટિરિયલમાંથી બને છે. માત્ર બલ્ક કન્ઝયુમર જેવાકે હોટલો, રેસ્ટોરન્ટ, ફરસાણ બનાવવાવાળા વગેરેમાં જ જૂના ડબા વપરાય છે. આવા વપરાશકારોને ત્યાં આ ડબાઓ તરત જ વપરાય જાય છે. જેથી લાંબો સમય સ્ટોર થવાનો કોઈ ભય રહેતો નથી. તે ઉપરાંત જે નાની મિલો કે પેકિંગ યુનિટસ જૂના ડબામાં તેલ ભરે છે ત્યારે તે ડબ્બાની સ્વચ્છતાનો વિશેષ ખ્યાલ રાખે જ છે કારણ કે, તેઓને પોતાની બ્રાન્ડ ઈમેજ ખરડાવા દેવાનું પાલવે નહીં. માટે હાલના તબક્કે આવા જડ નિયમનો કડક અમલ બિનજરૂરી અને અર્થહિન્ન છે. આવા નિયમનો કડક અમલ કરતાં પહેલા નવા ટીન અને તે માટેની ટીન પ્લેટ સરળ રીતે મળી શકે તેવું ઈન્ફાસ્ટ્રકચર સેટઅપ કરવું જરૂરી છે. કોઈ એસોસિએશનના સભ્યો પોતાના અંગત સ્વાર્થ માટે આવી ચળવળ ચલાવે તો તેને નજર અંદાજ કરવી જોઈએ. કારણ તેઓ નાના એકમોને ભોગે પોતાનું વેચાણ વધે તે માટે આવી મુવમેન્ટ કરી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech