ધાર્મિક સંસ્થાઓ માટે કર મુક્તિના નિયમોમાં થયા ફેરફાર, 2 લાખથી વધુ દાનની પ્રાપ્તિ પર કરવી પડશે વિગત જાહેર

  • June 27, 2023 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આવકવેરા વિભાગે ધાર્મિક, સેવાકીય સંસ્થાઓ માટે કર માટેના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ અંગે વિભાગને વધારાની વિગતો આપવા માટે કહેવામાં આવ્યું છે. આવકવેરાના નિયમોમાં કરાયેલા સુધારા 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓએ હવે જાહેર કરવું પડશે કે તેમની પ્રવૃત્તિઓ સેવાભાવી, ધાર્મિક કે ધાર્મિક-કમ-ચેરિટેબલ છે. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ પાસેથી એક દિવસમાં બે લાખ રૂપિયાથી વધુનું દાન મળે છે તો દાતાનું નામ અને સરનામું, ચૂકવણીની રકમ અને PANની માહિતી પણ ચેરિટેબલ સંસ્થાને આપવાની રહેશે.



નાંગિયા એન્ડરસન એલએલપીના વિશ્વાસ પંજિયારે આવકવેરા નિયમોમાં કરવામાં આવેલા આ સુધારા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારે તાજેતરમાં આવકવેરા કાયદા હેઠળ કર મુક્તિનો દાવો કરવા અથવા 80G પ્રમાણપત્ર મેળવવા માટે ચેરિટેબલ સંસ્થાઓને લાગુ થતી નોંધણીની આવશ્યકતામાં પણ સુધારો કર્યો છે. સરકારે હવે આવકવેરાના નિયમો 2C, 11AA અને 17Aમાં ફેરફાર કર્યા છે. સુધારેલા નિયમો 1 ઓક્ટોબર 2023 થી જ લાગુ થશે. આ ઉપરાંત સંબંધિત ફોર્મના અંતે આપવામાં આવેલી બાંયધરીમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.


હાઈકોર્ટે આવકવેરા વિભાગના અધિકારીઓને અરજદારોને નોટિસ ઈશ્યુ કરવા અને કેસની યોગ્યતા પર તેમનો બચાવ રજૂ કરવાની તક આપવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે  ‘મૃતક કરદાતા પાસે અરજદાર નંબર 2 અને 3 સહિત એક કરતાં વધુ કાનૂની વારસદાર હતા. આ પરિસ્થિતિને જોતાં એ સ્વીકારી શકાય નહીં કે આકારણીનો આદેશ માત્ર દર્પણ કોહલી એટલે કે અરજદાર નંબર 1 વિરુદ્ધ જ પસાર થઈ શક્યો હશે. તેથી અમારા મત મુજબ આગળ વધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે આકારણી ઓર્ડરને રદ કરવો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application