જો રોજના 100 કે તેથી વધુ વાળ ખરતા હોય તો સમજવું કે આ સામાન્ય બાબત નથી. નિષ્ણાતો કહે છે કે કેટલાક વાળ તૂટવા સામાન્ય છે પરંતુ જો વાળ નિયમિતપણે ખરતા હોય તો તેના પર ધ્યાન આપવું જરૂરી છે. ખાસ કરીને ઉનાળામાં વાળની કાળજી લેવી જરૂરી છે.ભોજનની ટેવ પણ વાળના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે.
ઓશિકાના કવર માટે કોટનનો ઉપયોગ નુકસાનકારક
સુતરાઉ કપડાં ઉનાળામાં પહેરવા માટે ખૂબ જ આરામદાયક માનવામાં આવે છે. પરંતુ કોટનના કવરના ઓશીકા પર માથું રાખીને સૂવાથી વાળમાં ભેજ ઘટી શકે છે. આ કારણે વાળ વધુ ઘસાઇ જાય છે અને ખરી જાય છે. વાળ ખરતા અટકાવવા માટે સાટિનનું ઓશીકું વાપરી શકાય છે. તેનાથી વાળ ખરતા ઘટી શકે છે.
ભીના વાળ કરીને ન સુવું
સવારની ઉતાવળમાં, આપણે આપણા વાળ ઝડપથી ધોઈ લઈએ છીએ પરંતુ આપણા વાળને બરાબર કોરા કરી શકતા નથી. કેટલાક લોકો રાત્રે માથું ધોઈને સૂઈ જાય છે. ભીના વાળ સાથે સૂવાથી વાળ તૂટે છે. તેનાથી માથામાં ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનો ખતરો પણ વધી જાય છે.
કાંસકો
કેટલાક લોકો માથામાં કાંસકો નથી ફેરવતા, જેના કારણે વાળ ગુંચવાઈ જાય છે. વાળને કાંસકો કરવાથી માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ વધે છે. કાંસકો માત્ર બહાર જતી વખતે જ નહીં પરંતુ રાત્રે સૂતા પહેલા પણ કરવો જોઈએ.
આહારનું ધ્યાન રાખો
આહારમાં વિટામીન B12 અને Dની પૂરતી માત્રા જાળવો. આ બે વિટામીનની ઉણપને કારણે વાળ નબળા પડી જાય છે અને ખરવા લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાક્ષીના લગ્નથી મારા પુત્રોને કલ્ચરલ શૉક લાગ્યો
December 23, 2024 12:04 PMતૃપ્તિ ડિમરી રિલેશનશિપમાં હોવાનું કન્ફર્મ
December 23, 2024 12:03 PMખંભાળિયાની દ્વારકાધીશ હવેલીમાં મંગળવારે જલેબી ઉત્સવની થશે ઉજવણી
December 23, 2024 11:58 AMજામનગરમાં યુનિયન સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ
December 23, 2024 11:54 AM૨૦૨૫માં આઈપીઓ દ્રારા ૭૫ કંપનીઓ ૨.૫૦ લાખ કરોડ રૂપિયા એકત્ર કરશે
December 23, 2024 11:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech