નરેન્દ્ર મોદીએ આખરે રવિવારે સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા. પીએમ નરેન્દ્ર મોદીની સાથે ૭૨ મંત્રીઓએ પણ શપથ લીધા. જેમાં ૩૦ કેબિનેટ મંત્રીઓ, ૫ સ્વતત્રં હવાલો ધરાવતા રાય મંત્રી અને ૩૬ રાય મંત્રીઓનો સમાવેશ થાય છે.એનડીએના ૯ પક્ષોના ૧૧ સાંસદોને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. જો કે ભારતીય જનતા પાર્ટી એ તમામ સહયોગીઓને ખુશ કરવાનો પ્રયાસ કર્યેા હતો, પરંતુ કેટલાક પક્ષો હજુ પણ મંત્રીમંડળમાં સ્થાન મેળવવામાં ચૂકી ગયા હતા. વાસ્તવમાં, એનડીએના ૧૪ સહયોગીઓ પાસે ૫૩ બેઠકો છે, પરંતુ હાલમાં ૯ પક્ષોના માત્ર ૧૧ નેતાઓ જ મંત્રી બન્યા છે, યારે ૫ પક્ષોના નેતાઓને મોદી ૩.૦માં સ્થાન મળ્યું નથી.
ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનો ભાગ બનેલી જનસેના પાર્ટીને ૨ સાંસદો હોવા છતાં કેબિનેટમાં સ્થાન મળ્યું નથી,૧–૧ સાંસદ ધરાવતી અન્ય ઘણી પાર્ટીઓ પણ મોદીની ટીમમાંથી બહાર છે.
એનડીએ પાસે હાલમાં ૨૯૩ બેઠકો છે. જેમાં ભાજપ પાસે ૨૪૦, ટીડીપી પાસે ૧૬, જેડીયુ પાસે ૧૨, શિવસેનાના એકનાથ શિંદે જૂથ પાસે ૭, લોક જનશકિત પાર્ટી (રામ વિલાસ) પાસે ૫, આરએલડી પાસે ૨, જેડીએસ પાસે ૨ અને જનસેના પાર્ટી પાસે ૨ છે. એક સાંસદ છે. .આ સિવાય અનુપ્રિયા પટેલની પાર્ટી અપના દળ (સોનેલાલ), જીતન રામ માંઝીની હિન્દુસ્તાની અવમ મોરચા (સેકયુલર), અજિત પવારની રાષ્ટ્ર્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી), પ્રેમસિંહ તમગં ગોલેની સિક્કિમ ક્રાંતિકારી મોરચા (એસકેએમ), આસામ ગણ પરિષદ, ઓલ ઝારખંડ. વિધાર્થી સઘં પાસે એક એક સાંસદ છે.જો મોદીની ટીમમાં સ્થાન ન મેળવનાર સાથી પક્ષોની વાત કરીએ તો ૨ સાંસદો સાથે જનસેના પાર્ટી, ૧ સીટ સાથે રાષ્ટ્ર્રવાદી કોંગ્રેસ પાર્ટી , ૧ સીટ સાથે સિક્કિમ ક્રાંતિકારી મોરચા , ૧ સીટ સાથે આસામ ગણ પરિષદ. અને ઓલ ઝારખડં સ્ટુડન્ટસ યુનિયન જેની પાસે ૧ સીટ છે, તેને પીએમ મોદીની કેબિનેટમાંથી બહાર રાખવામાં આવી છે.
જનતા દળ યુનાઈટેડમાંથી બે, તેલુગુ દેશમ પાર્ટીમાંથી બે, જનતા દળ સેકયુલરમાંથી એક, હિન્દુસ્તાની અવમ મોરચામાંથી એક, લોક જનશકિત પાર્ટીમાંથી એક, રાષ્ટ્ર્રીય લોકદળમાંથી એક, અપના દળ (સોનેલાલ), રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયામાંથી એક અને એકનાથ શિંદે જૂથના શિવસેનાના એક સાંસદને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech