શહેરમાં એક તરફ પોલીસ દ્વારા હાલ કોમ્બિંગ નાઈટ, પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ કરી ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી હવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસથી શહેરમાં માર્ગ ઉપર પોલીસની હાજરી નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળી રહી છે. પરંતુ આ વાતથી તસ્કરોને લેશમાત્ર પણ ફરક પડતો ન હોય તેમ પોલીસના આવા સઘન પેટ્રોલિંગ વચ્ચે પણ શહેરના ગોકુલધામ મેઇન રોડ પર સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રાત્રિના તસ્કરે દુકાન અને કારખાના સહિત ડઝનેક સ્થળે રોકડ રકમથી લઈ કિંમતીસામાન ચોરી કરી ગયાની ઘટના બની છે. સવારે દુકાનદાર અને કારખાનેદાર અહીં આવતા કોઈ કારખાનાના પતરા ટુટેલા હોય દુકાનના તાળા તૂટેલા હોય જોઈ દેકારો બોલી ગયો હતો. બાદમાં તેઓ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં મોડીરાત્રીના એક શખસ અહીં આવી ચોરી કરતો હોવાનું નજરે પડ્યું છે. ત્યારે આ ફૂટેજના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગોંડલ રોડ પર એસ.ટી વર્કશોપ પાછળ ગોકુલધામ મેઇન રોડ નજીક આવેલા સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ગઈકાલ રાત્રીના કારખાના અને દુકાનો મળી ડઝનેક સ્થળે ચોરી અને ચોરીનો પ્રયાસ કર્યાની ઘટના બની હતી. સવારે વેપારી અને કારખાનેદાર અહીં આવતા કારખાનાના પતરા ટૂટેલા હોય દુકાનોમાં તાળા તૂટેલા હોય જેથી ચોરી થયાનું માલુમ પડ્યું હતું. બાદમાં અહીં વેપારીઓમાં દેકારો બોલી ગયો હતો. ત્યારબાદ તેઓ એકત્ર થઈ ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોંધાવા માલવીયાનગર પોલીસ સ્ટેશનને દોડી આવ્યા હતા.
વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ, અહીં સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં અજંતા મોટર્સ, બહુચર પાન, જલારામ ભેળ, ઠાકર પાન તેમજ અન્ય ત્રણેક કારખાના સહિત આસપાસમાં આવેલ દશથી વધુ દુકાન અને કારખાનામાં રાત્રિના ચોરી અને ચોરીનો પ્રયાસ થયો હતો. જેમાં કેટલાક દુકાનોમાંથી રોકડ અને પરચુરણ રકમ ઉઠાવી ગયા હતા તો કારખાનામાંથી માલ સામાનની ચોરી થઈ હતી.
ત્યારબાદ અહીં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા રાત્રીના ૨:૦૫ કલાક આસપાસ એક શખસ અહીં આવી કોશ જેવા હથિયાર વડે દુકાનના તાળા તોડી ચોરી કરતો હોવાનું સીસીટીવી ફૂટેજમાં નજરે પડ્યું છે. આ શખસે કારખાનામાં ઉપરથી પતરા તોડી પ્રવેશ કરી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. ત્યારે આ મામલે અહીંના દુકાનદારો અને કારખાનેદાર ફરિયાદ કરવા માટે માલવીનગર પોલીસ સ્ટેશન પહોંચી જતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર તસ્કરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બાલાજી હોલ પાસે શાળામાંથી 39,100 ની ચોરી
શહેરના બાલાજી હોલ નજીક આવેલી ક્રિષ્ના સ્કૂલમાં રાત્રિના તસ્કરોએ ત્રાટકી રૂપિયા 39,100 ની રોકડ ચોરી કરી ગયા અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં છે. જેમાં કાલાવડ રોડ પર રવિ પાર્ક શેરી નંબર-૧ રહેતા દર્શન ખીમશંકરભાઈ દવે દ્વારા ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ચાર વર્ષથી 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલની પાછળ આવેલી ક્રિષ્ના સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. સવારે 7:00 વાગ્યા આસપાસ શાળાએ જતા તેમની ઓફિસના ટેબલ પર પડેલા પુસ્તકો વેરવિખેર હોય કોમ્પ્યુટર ઊંધું હોય તેમજ ઓફિસ અંદર રહેલ સસીટીવી કેમેરો પણ તૂટેલી હાલતમાં હોય પ્રાઇમરી પ્રિન્સિપાલ પ્રવિણાબેન પટેલના ટેબલના ખાના તૂટેલા હતા. બાદમાં તપાસ કરતા ખાનામાં રહેલ રોકડ રૂપિયા 39,100 ની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. જેથી તેમને પોલીસને જાણ કરી હતી સીસીટીવી ફૂટેજ ચકાસતા રાત્રીના ત્રણ વાગ્યા આસપાસ શાળામાં આવ્યાનું નજરે પડ્યું હતું. પોલીસે આ ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech