ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામે રહેતા અને સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલમાં જુનીયર ઇજનેર યુવાનના સુરેન્દ્રનગર લ થયા બાદ જાન અહીં પરત ફરતી હતી.દરમિયાન નવવધુને કન્યાદાનમાં આપેલા દાગીના કારમાં રાખ્યા હતાં.ત્યારે કોઇ શખસે કારનો કેમ કરીને પણ કારનો દરવાજો ખોલી કારમાં રહેલી દાગીનાની બે થેલીમાંથી એક થેલી ચોરી કરી લીધી હતી.જે થેલીમાં . ૪.૮૪ લાખની કિંમતના દાગીના હોય આ અંગે સુલતાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,શ્રીનાથગઢમાં આંબેડકરનગરમાં બીલડી રોડ પર રહેતા જયંતીભાઇ પાલાભાઇ બાબરીયા(ઉ.વ ૬૩) દ્રારા સુલતાનપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ હાલ નિવૃત જીવન પસાર કરે છે તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.પત્નીનું બે વર્ષ પૂર્વે અવસાન થઇ ગયું છે.વૃધ્ધના મોટો પુત્ર શાંતિલાલ જે સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલમાં જુનીયર ઇજનેર તરીકે ફરજ બજાવે છે.
ગત તા.૧૦૨૨૦૨૪ ના શાંતીલાલના લ સુરેન્દ્રનગરમાં રહેતી નિલમબેન ગજેન્દ્રભાઇ ચાવડા સાથે હોય વહેલી સવારે પરિવાર કાર તથા ખાનગી વાહનમાં સુરેન્દ્રનગર ગયો હતો.લ બાદ બપોરના ચારેક વાગ્યે અલગ અલગ વાહનમાં ઘરે પરત ફર્યા હતાં.ત્યારે નવવધુને લમાં ચડાવેલા દાગીના તથા તેને માવતરે કન્યાદાનમાં આપેલા દાગીનાની કુલ બે થેલી વૃધ્ધના દિકરીએ મામા અશોકભાઇને સાચવવા આપી હતી.ફરિયાદી અને તેના સાળા અશોકભાઇ બંને સાથે ઇકો ગાડીમાં અહીં શ્રીનાથગઢ આવ્યા હતાં.દાગીનાની આ થેલી સીટ નીચે રાખી હતી.અહીં શ્રીનાથગઢ પહોંચ્યા બાદ અશોકભાઇએ ફરિયાદીને કહ્યું હતું કે દાગીના સચાવજો અહીં કારમાં સીટી નીચે છે.વૃધ્ધે કાર લોક કરી દીધી હતી.બાદમાં સામૈયા પુરા થયા બાદ રાત્રીના અગીયાર વાગ્યા આસપાસ ગાડીમાંથી દવા લેવા ગયા બાદ વૃધ્ધે અહીં સીટ નીચે પડેલા દાગીનાની થેલી કાઢી દિકરીને આપી હતી.તે સમયે દિકરીએ વાત કરી હતી કે,દાગીનાની એક થેલી નહીં પણ બે થેલી હતી.બાદમાં તપાસ કરતા માલુમ પડયું હતું કે,નવવધુને કન્યાદાનમાં આપેલા દાગીનાની થેલી ન હતી.પ્રથમ ઘરમાં તપાસ કરી હતી પણ થેલી મળી હતી.બાદમાં કન્યાદાનમાં આપેલ દાગીનાનું લીસ્ટ જોતા બુટીનો સેટ,લોકેટ,હાથનો પોચો,કડલી,ચેઇન,આટી વીટી ઘોડો,કાનની શર,બ્રેસલેટ,બુટી,કાંટી,કાનની કડી,પટ્ટીવાળી બંગડી,વીંટી, સહિત કુલ .૪.૮૪ લખાના દાગીના હોવાનું માલુમ પડયું હતું.આ બાબતે પોલીસમાં અરજી કર્યા બાદ ફરિયાદ નોંધાવી છે.આ અંગે સુતલતાનપુર પોલીસે ગુનો નોંધી દાગીના ભરેલી થેલી તફડાવી જનાર તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના કોમ્યુનિટી હોલ મેરેજ સીઝનમાં બંધ, દેકારો
November 22, 2024 03:30 PMઈ–ચલણ ન ભરનાર ૬૦૯ વાહન માલિકોના આરટીઓ ડ્રાઇવીંગ લાઇસન્સ કરશે સસ્પેન્ડ
November 22, 2024 03:29 PMસગીરપુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાને ૨૦ વર્ષની કેદ
November 22, 2024 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech