પ્રભાસ પાટણ પંથકમાં ભાવેશ કાળાભાઇ સોલંકીના ટાટા કંપનીનુ ડમ્પર ટ્રક નં જીજ–૩૨ટી–૪૨૧૦ તથા ડમ્પર ટ્રક નં જીજે–૩૨ટી–૩૬૦૪ તથા ડમ્પર ટ્રક નં જીજે–૦૮એયુ–૪૦૧૫માંથી ટ્રકમાં રહેલ બેટરીઓ નંગ–૦૬ કિ.રૂા.૪૨,૦૦૦ તથા નદીમભાઇ સુલેમાનભાઇ ઘરડેરાના ટાટા કંપનીનુ ડમ્પર નં જીજે–૨૫યુ–૫૪૯૭માંથી બે બેટરીઓ કિ.રૂા.૧૪,૦૦૦ તથા ડમ્પર ટ્રકોમાંથી રાત્રીના સમયે બેટરીઓ નગં કુલ–૦૮ કિ.રૂા.૫૬,૦૦૦ની કોઇ અજાણ્યો ચોર ચોરી કરી લઈ ગયેલાની ફરિયાદ નોંધાઇ હતી.
જે અનુસંધાને પ્રભાસ પાટણ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.વી.પટેલની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમિયાન પો.કોન્સ. પિયુષભાઇ, કરણસિંહ તથા કૃષ્ણકુમારસિંહએ અલગ–અલગ જગ્યાના સીસીટીવી કેમેરા ચેક કરી તથા હ્યુમન સોર્સીસના આધારે આરોપી (૧) સતનામસિંગ હરનામસિંગ બાવરી–સરદાર ઉ.વ.૩૦ ધંધો.ભુંડ પકડવાનો રહે.વેરાવળ (૨) સોનુંસિંગ હરનામસિંગ બાવરી–સરદાર ઉ.વ.૨૨ ધંધો.ભુંડ પકડવાનો રહે.વેરાવળને મુદ્દામાલની અલગ–અલગ કંપની ટ્રકની બેટરીઓ નંગ–૦૮ કિંમત રૂા.૫૬,૦૦૦ તથા એક શંકાસ્પદ મો.સા. રજી નં.જીજે–૧૧બીડી–૮૭૮૨ કિંમત રૂા.૨૦,૦૦૦ કુલ કિ.રૂા.૭૬,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં પ્ર.પાટણ પો.સ્ટે.ના પો. ઇન્સ. એમ.વી.પટેલની સુચના મુજબ એએસઆઇ હિરેનભાઇ રામસિંગભાઇ, પો.હેડ.કોન્સ. ફુલદિપસિંહ, અરજણભાઇ, પો.કોન્સ. કરણસિંહ, પિયુષભાઇ, કૃષ્ણકુમારસિંહ, રાજેશભાઇ તથા સુભાષભાઇ કાર્યરત હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech