ભાવનગર અમદાવાદ શોર્ટ હાઇવે પર આવેલા ભડભીડ ટોલનાકા નજીક વે-બ્રિજ પાસે પાર્ક કરાયેલ ડંમ્પર વાહન કોઇ અજાણ્યો માણસ ડ્રાયરેકટ કરી વાહનમાં ફીટ કરેલ જીપીએસ સીસ્ટમ બંધ કરી વાહન ચોરી કરી ગયાની વેળાવદર ભાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ટાટા ટીપ્પર ડમ્પર ટ્રક નંબર જીજે ૦૪ એડબલ્યું ૨૩૨૪ જેની આશરે કિંમત રૂપિયા ૧૭,૦૦,૦૦૦ નું વાહન ચોરાયાની ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે વેળાવદર ભાલ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર વેળાવદર ભાલ પોલીસ મથક ખાતે પ્રીયરાજસિંહ પ્રદ્યુમનસિંહ ચુડાસમા (ઉ.વ. ૩૮, ધંધો ટ્રાન્સપોટેશન રહે. બાવળીયારી તા. ધોલેરા જી.અમદાવાદ)એ એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે, શ્રીજી સ્ટોન ઇન્ડસ્ટ્રીઝ નામની ટ્રાન્સપોર્ટ ઓફીસ છેલ્લા દસ વર્ષથી ચલાવે છે. અને તેમા ટાટા ટીપ્પર (ડમ્પર) નંબર જીજે ૦૪ એડબલ્યું ૨૩૨૪ માં ડ્રાઇવર તરીકે ઉનડભાઈ ગભાભાઈ ખોડા અને કલીનર તરીકે જગાભાઈ શીયાળીયા (રહે. ભડભીડ તા. જી. ભાવનગર) નોકરી કરે છે. અને જેઓ ગત તા ૨૬/૦૧/૨૦૨૪ ના રોજ આ ડમ્પર ટ્રક આશરે બપોરના બે વાગ્યે ભડલી ગામ તા. શીહોર ખાતે આવેલ શ્રીજી સ્ટોન ઇન્ડસ્ટ્રીઝ ભડીયેથી કપચી ભરીને બાવળીયારી ગામ પાસે નવો બનતો હાઇ-વે રોડ ઉપ૨ હેબતપુર ગામ પાસે સાંજના છએક વાગ્યે ડમ્પરને ડ્રાઇવરે ખાલી કરેલ અને ત્યારબાદ સાંજના સાતેક વાગ્યા આસપાસ ભડભીડ ટોલનાકા પાસે આવેલ ધરતી વે બ્રીજ પાસે ડમ્પર પાર્ક કરીને ડ્રાઈવર તથા કલીનર તેઓના ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ વહેલી સવારના પાચેક વાગ્યે મારા ડ્રાઇવર ઉનડભાઈએ ફોન કરી કહેલ કે મે સાંજે ધરતી વે બ્રીજ પાસે ડમ્પર પાર્ક કરેલ તે જગ્યા પર ડમ્પર જોવમા આવેલ નહી. જેથી આજુબાજુમાં તપાસ ડમ્પર વાહન કઇ જોવામા આવેલ નહી જેથી કોઈ અજાણ્યો માણસ લઇ ગયેલ છે. તેમ જણાવતા ધરતી વે બ્રીજે તાત્કાલીક પહોંચો તેમ કરતા ફરિયાદીના નાનાભાઈ પુષ્પરાજસિંહને ઉકત બનાવની વાત કરેલ અને કહેલ કે ધરતી વે બ્રીજે પાર્ક કરેલ ડમ્પર વાહનની તપાસ કરો જેથી તેઓના નાનાભાઇ વહેલી સવારના સમયે રૂબરૂ બનાવવાળી જગ્યાએ જઇ આજુબાજુના માણસો તથા સાથે કન્ટ્રકશનમાં કામ કરતા માણસોને પુછપરછ કરતા કોઇ હકીકત જાણવા મળેલ નહી. અને આ ડમ્પર વાહનની ચાવી મારા ડ્રાઇવર પાસે હોય તેથી કોઈ અજાણ્યો માણસ ડમ્પર વાહન ડ્રાયરેકટ કરી વાહનમાં ફીટ કરેલ જીપીએસ સીસ્ટમ બંધ કરી વાહન ચોરી કરી નાસી ગયો હતો. જે અંગે ટાટા ડમ્પર ટ્રક નંબર જીજે ૦૪ એડબલ્યું ૨૩૨૪ જેની કિંમત રૂપિયા ૧૭,૦૦,૦૦૦ ની છે. કોઈ અજાણ્યો શખ્સ ચોરીને નાસી ગયો હોવાની ફરિયાદ વેળાવદર ભાલ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ફરિયાદમાં આધારે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: પતંગ લેવા જતા 11 વર્ષીય બાળકનું કરૂણ મોત
January 08, 2025 11:18 PMઆંધ્રપ્રદેશઃ તિરુપતિ મંદિરમાં ટોકન લેતા સમયે નાસભાગ, 6 શ્રદ્ધાળુઓના મોત
January 08, 2025 10:55 PMસુરતના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 વાયરસનો ખતરો: પ્રાણીઓમાં ફેલાયો ચેપ
January 08, 2025 08:51 PMસાબરકાંઠામાં HMPV વાયરસનો ખતરો: અમદાવાદ બાદ હિંમતનગરમાં 8 વર્ષનું બાળક સંક્રમિત
January 08, 2025 08:49 PMખંભાળિયાના માંઝા ગામે કૂવામાં ખાબકેલા શિયાળનું રેસ્ક્યુ કરાયું
January 08, 2025 07:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech