શાપરમાં આવેલ દિપક ડિઝલ નામની કંપ્નીમાંથી તસ્કરો રૂ.6.41 લાખની બેટરી અને સ્ટાટરની ચોરી કરી ગયા અંગેની શાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં રેસકોર્ષ રીંગરોડ પર ગવર્મેન્ટ સર્વન્ટ હાઉસીંગ સોસાયટી પટેલ આઈસ્ક્રીમ વાળી શેરીમાં રહેતાં જીગરભાઇ સુધીરભાઈ મારૂ (ઉ.વ.49) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શાપરમાં દિપક ડીઝલ નામની કંપ્નીમાં મેનેજર તરેકે નોકરી કરે છે. કંપ્નીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લીમીટેડના કોન્ટ્રેકટ મેન્યુ ફેકચરીંગ હેઠળ મીની ટ્રેકટરનું ઉત્પાદન થાય છે.
ગઇ તા.08/05/2024 ના કંપ્નીમા ઓફીસર તરીકે કામ કરતા દિપેશભાઇએ તેઓને વાત કરેલ કે, હું બહાર હતો ત્યારે આપણી બાજુમાં આવેલ યોગેશભાઈના કારખાનામા કામ કરતા માણસોનો ફોનમા ફોન આવેલ વાત કરેલ હતી કે, તમારા કારખાનામાથી બેટરીની ચોરી થયેલ છે. જેનો વિડીયો અમારી પાસે છે, અને તે વિડીયો પણ મને મોકલેલ છે. બાદમાં વિડીયોમા જોતાં કારખાનાની બાજુમા રહેતાં શખ્સમાંથી એક શખ્સ બેટરી લઇને જતો હોય તે દેખાતુ હતુ. બાદમાં કારખાનાની આસપાસ તપાસ કરતા કારખાનાની બાજુના રસ્તામાં ફોર વ્હીલ ગાડીના ટાયરના નિશાન જોવામા આવેલ હતા.
કંપ્નીમાં વર્ષના અંતમાં તમામ માલની ગણતરી થતી હોય છે. તે મુબજ તા. 31/12/2023 ના રોજ કંપ્નીમા જેતે સમયે કેટલો સ્ટોક હતો તેની ગણતરી થયેલ હતી. બાદમાં કંપ્નીના સી.સી.ટી.વી. ફુટેજ જોતા બનાવ તા.01/01/2024 થી તા. 08/05/2024 ના સવારના દસેક વાગ્યાની વચ્ચે બનેલનુ જોવામા આવેલ અને કંપ્નીના સી.સી.ટી.વી. ફુટેજમા એક અજાણ્યો શખ્સ તેના મોઢામા રૂમાલ જેવુ કપડુ બાંધી કારાખાનામાં પાછળના ખુલ્લા ખેતર બાજુની દિવાલ પાસે આવેલ લીમડાની મદદથી કારખાનાની દિવાલ ઠેકી કારખાનામા આવે છે અને કારખાનામાથી બેટરી લઈ પાછળના ખેતરમા લઈ જતો જોવામા આવે છે.
બાદમાં કંપ્નીની અંદર રહેલ માલ સામાનની ગણતરી કરતા અમારા કારખાનાની કુલ બેટરીનો સ્ટોક તા.01/01/2024 થી તા.08/05/2024 સુધીમા ચેક કરતા કુલ 110 બેટરી રૂ.4.66 લાખ તેમજ કંપ્નીના સ્ટાટર મોટર કુલ 39 રૂ.1.74 લાખ મળી કુલ રૂ.6.41 લાખનો મુદ્દામાલ ચોરી થયાની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech