રૈયા રોડ પર જીએસટી ઇન્સ્પેકટરના મકાનમાંથી રૂા.૨.૭૦ લાખની ચોરી

  • January 08, 2024 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરમાં જીએસટી વિભાગમાં ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવનાર યુવાનના રાજકોટના રૈયા રોડ પર વીમાનગરમાં આવેલા બધં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અહીંથી તસ્કરો રોકડ પિયા ૭૫૦૦૦ અને ઘરેણા સહિત કુલ પિયા ૨.૭૦ લાખની મત્તા અને મકાનનો દસ્તાવેજ ચોરી કરી ગયા હતા. ઇન્સ્પેકટર હાલ નોકરી સબબ ભાવનગર સ્થાયી થયા હોય પરંતુ જીપીએસસીની પરીક્ષા આપવા માટે રાજકોટ આવ્યા બાદ પોતાના ઘરે જતા ચોરી થયાનું માલુમ પડું હતું. જેથી તેમણે આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હાલ ભાવનગરમાં નવાપરા વિસ્તારમાં યાસીનબાગ એપાર્ટમેન્ટમાં રહેતા યાસીનભાઈ શકુરભાઈ મચ્છર(ઉ.વ ૨૭) દ્રારા ચોરીની આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. યાસીનભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે હાલ પરિવાર સાથે અહીં ભાવનગરમાં રહે છે અને ભાવનગરમાં બહત્પમાળી ભવનમાં જીએસટી ઓફિસમાં ઇન્સ્પેકટર તરીકે નોકરી કરે છે. રાજકોટમાં રૈયા રોડ પર વિમાનગર શેરી નંબર ૧માં તેમનું મકાન આવેલું છે જે ગત તારીખ ૧૬૧૨ ૨૦૨૩ થી લોક કરી તેઓ ભાવનગર ગયા હતા. દરમિયાન ગઈકાલે તેઓ રાજકોટ જીપીએસસીની પરીક્ષા આપવા માટે આવ્યા હોય દરમિયાન રાજકોટમાં આવેલા પોતાના ઘરે જતા દરવાજાનો લોક ખોલી અંદર જતા રસોડાની બારી ખુલ્લી હોય અને બારશાખ તૂટેલો હોય જેથી ચોરી થયાની શંકા ગઈ હતી.
બાદમાં તપાસ કરતા લોખંડનો કબાટ ખુલ્લો હતો અને કબાટમાં અંદર લોકરમાં રાખેલ રોકડ પિયા ૭૫ હજાર તથા સોનાના બે ચેન જે ચાર તોલાના હોય કિં. ૧.૩૫ લાખ અને સોનાની વીંટી જે બે તોલાની હોય કિંમત પિયા ૬૦,૦૦૦ સહિત કુલ પિયા ૨.૭૦ લાખની મતદાન અને સ્ટોર મમાં રાખેલ મકાનનો દસ્તાવેજ સહિતનાની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડું હતું. જેથી તેમણે આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે તારીખ ૧૬૧૨૨૦૨૩ થી ગઈકાલ રાત્રિના સમયગાળા દરમિયાન ઘરમાં કોઈ શખસોએ પ્રવેશી રોકડ અને ઘરેણા સહિત .૨.૭૦ લાખની મત્તા ચોરી કરી ગયા હતા આ મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફટેજના આધારે બધં મકાનની નિશાન બનાવનાર તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application