રાણાવાવમાં છૂટાછેડાની વાત ચાલતી હોવાથી યુવાનના પિતા, ઉપર હુમલો થતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. રાણાવાવના બાપુનગરમાં આવેલ મટન માર્કેટ પાસે રહેતી અને પોરબંદરની હલીમા હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી સુનેરા સિદિકમિયા કાદરી નામની ૩૨ વર્ષની યુવતીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઇ જાવિદના લગ્ન રાણાવાવમાં તેના પડોસમા જ રહેતા અહેમદમીયા અલ્લારખા કાદરીની દિકરી સુજીયાના સાથે એકાદ વર્ષ પહેલા થયા હતા અને લગ્નબાદ એક મહિના સુધી સુજીયાના તેના પરિવાર સાથે રહી હતી ત્યારબાદ પતિ પત્ની વચ્ચે મનદુ:ખ થતા તેના પિતાના ઘરે રીસામણે જતી રહી હતી. એ પછી તેના છૂટાછેડાની કાર્યવાહી ચાલતી હતી જેથી સવારે દસેક વાગ્યે ફરીયાદી સુનેરાને તેના ભાઇ જાવિદે ફોન કરી એવુ કહ્યુ હતુ કે, ‘તું તથા મમ્મી-પપ્પા આપણા ઘરે રાખેલ સુજીયાનાનો સામાન તેમને આપી જાવ’ તેથી ફરીયાદી સુનેરા તથા તેના માતા-પિતા રેંકડીમાં સામાન ભરીને જતા હતા ત્યારે મટન માર્કેટ પાસે જાવિદના સસરા અહેમદમીયા અલ્લારખા કાદરી, સાળો ફરદીન અને કાકાજી સસરા રીયાજ અલ્લારખા કાદરી તથા તેમના સંબંધી બાપુ કાલુમીયા કાદરી કે જે ઉપલેટા રહે છે તેઓએ સુનેરા તથા તેના માતા-પિતાને રોકાવી પિતાને લાકડી અને ઢીકાપાટુ વડે માર મારી ‘હવે છૂટાછેડાની વાત કરી તો મારી નાખશું’ તેવી ધમકી આપી જતા રહ્યા હતા. ઇમરજન્સી સેવા ૧૦૮ને ફોન કરતા તેમાં રાણાવાવ અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સીદીકમીયા કાદરીમીયાને દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી યુવતીએ રાણાવાવ પોલીસમથક ખાતે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કોબી બ્રોકોલી મખની', બાળકો પણ આ હેલ્ધી વાનગી ખાશે ખૂબ જ રસથી
January 24, 2025 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech