લાખાબાવળના યુવાને ઝેરી દવા ગટગટાવી

  • July 24, 2023 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સારવારમાં ખસેડાયો : પોલીસ દ્વારા દારુના ખોટા કેસ કરી હેરાનગતીનો આક્ષેપ

જામનગરના લાખાબાવળમાં રહેતા એક યુવાને ગઇકાલે ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને જી.જી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસના કથીત ત્રાસના કારણે પોતે દવા પી લીધી હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગેની વિગતો બહાર આવતા પોલીસ ટુકડીમાં દોડધામ મચી હતી.
જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતા જયરાજસિંહ બાબભા જાડેજા નામના યુવકે ગઇ સાંજે સરમતના પાટીયા પાસે પાનની દુકાને ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું પ્રાથમિક નિવેદન લેવામાં આવતાં તેણે પોલીસના ત્રાસના કારણે ઝેરી દવા પીધી હોવાનો આક્ષેપ કરાયો હતો.
ત્રણ પોલીસ કર્મચારીઓ કે જેઓ દારુનો ખોટો કેસ કરવા માટે પૈસા માંગતા હતા, અને અગાઉ રુપિયા પડાવી લીધા હોવાનું અને હજુ વધુ રુપીયાની માંગણી કરતા હોવાથી પોતે ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયો હતો જે મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે તપાસમાં વિગતો સ્પષ્ટ થશે હાલ આ બનાવે ચકચાર જગાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application