દુષ્કર્મના કેસમાં સમાધાન માટે સોનું છોડાવી દેવાની ફરિયાદીના પતિની ધમકીથી યુવાને ફિનાઇલ પી લીધી

  • March 16, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના પુનિતનગર પાસેના વિસ્તારમાં રહેતા યુવાન સામે અગાઉ પરિણીતાએ દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જામીન પર છુટા બાદ યુવાનને પરિણીતાના પતિએ સમાધાન માટે બેન્કમાં રહેલું સોનુ છોડાવી દેવાનું કહ્યું હતું. જેથી યુવાને પહેલા સમાધાન કરો પછી સોનું છોડાવી આપું તેમ કહેતા તેણે ધમકી આપી હતી કે, હાઇકોર્ટમાં તારા જામીન રદ કરાવી નાખીશ જેથી ડરી જઈ યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પરિણીતાના પતિ સહિત બે શખસો સામે તાલુકા પોલીસ નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ પુનીતનગર વિસ્તારમાં રહેતા આશિષ કોઠીયા(ઉ.વ ૩૬) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કવિ પટેલ (નામ બદલાવેલ છે) અને રાજુ કોળીના નામ આપ્યા છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પૂર્વે તે એક મહિલા સાથે પરિચયમાં આવ્યો હતો બાદમાં બંને વચ્ચે મુલાકાતો થતી હતી અને પૈસાની લેતી દેતી પણ થઈ હતી. દરમિયાન બંને વચ્ચેના શારીરિક સંબંધોની જાણ આ મહિલાના પતિ કવિને થઈ જતા તેણે પોતાની પત્નીને કહી યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી. જે કેસમાં યુવાન ગત તા. ૧૬૨૦૨૩ ના જેલ હવાલે થયા બાદ તારીખ ૫૮ ૨૦૨૩ ના વચગાળાના જામીન પર છૂટો હતો જેના એકાદ માસ બાદ આ મહિલાનો યુવાનને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મારી માતાનું જે સોનુ સુરેન્દ્રનગરની બેંકમાં છે તે તું છોડાવી દે હત્પં તારા વિદ્ધ કરીને ફરિયાદ પાછી ખેંચી લઈશ.
બાદમાં તા.૨૧૧૨૦૨૪ ના યુવાન કોર્ટ મુદ્દતે હતો ત્યારે મહિલાના પતિ કવિનો ફોન આવ્યો હતો અને તેની સાથે અન્ય આરોપી પણ હોય અને કહ્યું હતું કે, તું મને અમાં સોનું છોડાવી આપ તો આપણે સમાધાન કરી લઈશું. જેથી યુવાને કહ્યું હતું કે, પહેલા સમાધાન કરી આપો પછી જ હત્પં સોનું છોડાવી દઈશ બાદમાં તેને આ રીતે ફોન કરવા લાગ્યા હતા અને ઘર પાસે શોધવા પણ લાગ્યા હતા. તા.૧૨ ૩ ના સાંજના આરોપી કવિનો કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે, તારો સમય પૂરો થઈ ગયો તું કાલે હાઇકોર્ટ આવી જજે અમે હાઇકોર્ટમાં જઈ તને મળેલા જામીન રદ કરાવી નાખશું. ત્યારબાદ સવારના યુવાનને ત્રણેક ફોન આવ્યા હતા પરંતુ તેણે રિસીવ કર્યા ન હતા. જામીન રદ થાય તો જેલમાં ફરી જવું પડશે તેવા ડરથી યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો.જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે અગં તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News