કોઠારીયા રોડ પર જે.કે. પાર્કમાં રહેતા યુવાનને પિતરાઈ ભાઈએ છરી ઝીંકી

  • September 06, 2024 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોઠારીયા રોડ પર જે.કે. પાર્કમાં રહેતા યુવાનના ઘરે આવી પિતરાઈ ભાઈએ ગાળો આપી માથાનાભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો.હત્પમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવાનની પત્નીને પિતરાઈ ભાઈ મોબાઈલમાં મેસેજ કરતો હોય જે બાબતે ઠપકો આપતા બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ કોઠારીયા રોડ પર આદિ પાર્કની બાજુમાં જે. કે.પાર્ક શેરી નંબર ૫ માં રહેતા અને બુક બાઇડિંગનું કામ કરનાર મહેશ કાનજીભાઈ મકવાણા(ઉ.વ ૩૮) દ્રારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના કાકાના પુત્ર રાહત્પલ કરશનભાઈ મકવાણાનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,આજથી આઠેક માસ પૂર્વે રાહત્પલ તેની પત્ની સાથે મેસેજમાં વાત કરતો હોય જેથી તે બાબતે તેને સમજાવ્યું હતું. તે સમયે ઘરમેળે સમાધાન થઈ ગયું હતું. પરંતુ રાહત્પલ આ બાબતને લઈ અવારનવાર બોલાચાલી કરતો હતો. દરમિયાન ગઈકાલ રાત્રિના નવેક વાગ્યા આસપાસ રાહત્પલ અહીં ઘરે આવ્યો હતો અને બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યો હતો જેથી યુવાને ગાળો આપવાની ના કહેતા રાહત્પલ વધુ ઉશ્કેરાયો હતો અને નેફામાંથી છરી કાઢી યુવાનને માથાનાભાગે ઝીંકી દીધી હતી. જેથી યુવાનને લોહી નીકળવા લાગતા રાહત્પલ અહીંથી નાસી ગયો હતો. બાદમાં યુવાનને ૧૦૮ મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application