મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ રાજકોટમાં ભગવતીપરામાં રહેતા ઇમિટેશનના ધંધાર્થી બંગાળી યુવાને ચાની હોટલ ધરાવતા ભરવાડ શખસ પાસેથી પિયા પાંચ લાખ છ ટકા વ્યાજે લીધા હોય જેના બદલામાં .૫.૪૦ લાખ ચૂકવી દીધા હતા. છતાં વધુ પિયા ૮.૫૦ લાખની માંગણી કરી ધમકી આપી યુવાનને તેની ઓફિસે લઈ જઇ લાકડી વડે માર માર્યેા હતો. જેથી આ અંગે યુવાને ત્રણ શખસો વિદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મની લેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
વ્યાજખોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હાલ ભગવતીપરામાં યદુનંદન સોસાયટી શેરી નંબર–૧ માં રહેતા ઇમિટેશનના ધંધાર્થી શેખ શરીફઅલી સાનોરઅલી (ઉ.વ ૩૬) દ્રારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૂળજી સિંધાભાઈ મુંધવા તેના પુત્ર નિલેશ મૂળજીભાઈ મુંધવા અને ગોકળ ઉર્ફે ગોકોના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં ચાર વર્ષથી રહે છે અને ઇમિટેશનનું કામ કરે છે. પોણા બે વર્ષ પૂર્વે તેને મકાન ભાડે જોઈતું હોય જેથી તેના પરિચિત મુળુભાઈ મારફત મૂળજીભાઈ મુંધવાનું મકાન . ૩૫,૦૦૦ ના ભાડા પેટે ભાડે રાખ્યું હતું યાં તે તથા તેના કારીગરો રહી ઇમિટેશનનું કામ કરતા હતા. મૂળજીભાઈએ તેને કહ્યું હતું કે પૈસાની જરિયાત હોય તો કહેજે. દરમિયાન દોઢેક વર્ષ પૂર્વે યુવાનને ધંધા માટે પિયાની જરિયાત હોય જેથી મૂળજીભાઈને વાત કરતા તેની પાસેથી અલગ–અલગ સમયે કુલ પિયા પાંચ લાખ છ ટકા વ્યાજે લીધા હતા અને તે મકાનનું ભાડું અને વ્યાજની રકમ ચૂકવતો હતો. જો ભાડું કે વ્યાજ ચૂકવવામાં મોડું થાય તો મૂળજીભાઈની ચા ની દુકાને કામ કરતો ગોકળ ફોન કરી ગાળો આપી ઉઘરાણી કરતો હતો.
ગત તા. ૨૯૧૨ ના રોજ ફરિયાદીના પુત્ર સૂરજને પાડોશમાં રહેતા મકાન માલિકે માર માર્યેા હતો જે વાત તેમણે મૂળજીભાઈને કરતા સમાધાન કરાવ્યું હતું. પરંતુ આ ઝઘડા બાદ ફરિયાદીના કારીગરો અહીંથી ચાલ્યા ગયા હતા જેથી યુવાને મૂળજીભાઈને કહ્યું હતું કે, હવે મારે અન્ય જગ્યાએ મકાન ભાડે રાખી ધંધો શ કરવો પડશે માટે આ મકાન ખાલી કરવું છે. મૂળજીભાઈએ કહ્યું હતું કે આ બાબતે મારા મોટા દીકરા નિલેશ સાથે વાત કરી લેજે. ત્યારબાદ તા. ૧૧ ૨૦૨૫ ના સવારના યુવાનને નિલેશનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મારી દુકાને આવ નિલેશની ચાની દુકાન પેડક રોડ પર બાલક હનુમાન ચોક પાસે આવેલી હોય યુવાન ત્યાં ગયો હતો. બાદમાં તેને અહીં ઉપર ઓફિસમાં લઈ જઈ નિલેશે ગાળો આપી થપ્પડ મારી હતી અને બાદમાં કહ્યું હતું કે તારે મકાન ખાલી કરવું હોય તો તે લીધેલા પિયા પાંચ લાખના ૮.૫૦ લાખ આપવા પડશે પછી તું મકાન ખાલી કરી શકીશ નહીંતર હત્પં તને મકાન ખાલી નહીં કરવા દઉં અને તારો સામાન પણ નહીં લેવા દઉં અને તેને ગમે ત્યાંથી શોધી મારી નાખીશ. આમ કહી યુવાનને લાકડી વડે મારમાર્યેા હતો.
મૂળજીભાઈ પાસેથી . ૫,૦૦,૦૦૦ વ્યાજ લીધા હોય તેના બદલામાં યુવાને આજદિન સુધી ૫.૪૦ લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ પિયા ૮.૫૦ લાખની માંગણી કરી તેને ધમકી આપી મારમાર્યેા હોય તેણે આ ફરિયાદ નોંધાવી છે.પોલીસે પિતા–પુત્ર સહિત ત્રણેય આરોપીઓ સામે મની લેન્ડ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં 36 મામલતદારોની બદલી અને બઢતી...જૂઓ લીસ્ટ
January 09, 2025 11:25 PMFire in Los Angeles: બળીને રાખ થઈ જશે હોલીવુડ...કેલિફોર્નિયામાં જંગલની આગથી ભારે તબાહી...જૂઓ ફોટો
January 09, 2025 11:06 PMઅમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ, 80 વર્ષના વૃદ્ધ પણ સંક્રમિત
January 09, 2025 11:03 PMમોરબીમાંથી રૂપિયા 2.65 લાખની ચાઈનીઝ દોરી સાથે એકની ધરપકડ
January 09, 2025 11:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech