મોટા ખડબામાં યુવાને ઝેરી દવા ગટગટાવી મોત મીઠું કર્યુ

  • August 10, 2023 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિના પહેલા પત્ની પિયર ચાલી જતા લાગી આવવાથી પગલુ ભર્યુ

લાલપુરના મોટાખડબા વાડી ખાતે એક આદીવાસી યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો તેમની પત્ની ચારેક મહિના પહેલા પિયર ચાલી જતા આ બાબતનું મનમાં લાગી આવવાથી પગલુ ભરી લીધુ હતું.
લાલપુરના મોટાખડબા વાડી વિસ્તાર ખાતે રહેતા અને મુળ એમ.પી.ના કનોડ તાલુકાના જગવાડા ગામના વતની દિનેશ બહાદુરભાઇ ભાંભોર (ઉ.વ.૨૨) નામના યુવાનના આશરે દોઢેક વર્ષ પહેલા લગ્ન થયા હતા, દરમ્યાન બંને પતિ-પત્ની વચ્ચે મતભેદ થતા તેમની પત્ની આશરે ચારેક મહીના પહેલા તેને છોડીને પિયર જતી રહી હતી.
આ બાબતનું દિનેશભાઇને મનોમન લાગી આવતા પોતે ગઇકાલે મોટાખડબા વાડીએ રુમમાં જંતુનાશક દવા પી લેતા લાલપુર સરકારી હોસ્પીટલ સારવારમાં લઇ જવામાં આવેલ જયાં તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું, આ બનાવની જાણ બહાદુરભાઇ રતનશી ભાંભોર દ્વારા લાલપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application