હેન્ડલ પર યુવતીને બેસાડીને યુવકે હવામાં ઉડાડી બાઈક, રોડ પર જીવલેણ સ્ટંટ કરતુ જોવા મળ્યું કપલ ,જુઓ વિડીયો

  • February 18, 2023 09:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મધ્ય પ્રદેશમાં છિંદવાડાના ઇમલીખેડા અંડર બ્રિજ પાસે એક દંપતીએ કોઈપણ સુરક્ષા સાધનો વિના જીવલેણ સ્ટંટ કર્યો છે. જેનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેની જણાવવામાં આવી રહી છે. દિવસે કપલ્સ તેમની બાઇકમાં ખતરનાક સ્ટંટ કરતા હોય છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે યુવક-યુવતીઓ એકાંતરે અલગ-અલગ સ્ટંટ કરીને પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે સૌથી વધુ ટ્રાફિકવાળા રોડ પર આવા સ્ટંટ કરતા બન્ને કપલ પસાર થતા લોકોના જીવ પણ જોખમમાં મુકી રહ્યા છે. હાલ પોલીસ આ મામલે ખૂબ જ સંવેદનશીલ દેખાઈ રહી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.


આ મામલાને લઈને ટ્રાફિક ડીએસપી સુદેશ સિંહે કહ્યું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે, વીડિયોને ધ્યાને લેવામાં આવ્યો છે, બંને બાઇક સવારોએ કરેલા સ્ટંટ જીવલેણ છે. બંનેએ હેલ્મેટ વિના આવા સ્ટંટને અંજામ આપ્યો છે. જેઓ જીવલેણ બની શકે છે, હાલ પોલીસ તેમની સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.


વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે યુવક-યુવતીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે, જેમાં થોડી પણ બેદરકારી તેમને પોતાનો જીવ આપી શકે છે. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application