જામનગરની ક્ષારઅંકુશ પેટા વિભાગની કચેરીના કર્મચારીનો આપઘાત

  • November 02, 2023 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખારાબેરાજા ખાતે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું : રહસ્યમય બનાવમાં પોલીસની તપાસ

જામનગરની ક્ષારઅંકુશ પેટા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારએ ખારા બેરાજા બંધારા ડેમ પાસે ઝાડમાં ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવી લેતા અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઇ ગઇ છે, કયા કારણસર પગલું ભર્યુ એ દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.
જામનગરના પ્રગતીપાર્ક-૨, પેલેસ એપાર્ટમેન્ટમાં ૧૦૩ નંબરના ફલેટ ખાતે રહેતા અને અહીંની ક્ષારઅંકુશ પેટા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા જયસુખભાઇ વેલજીભાઇ કાનાણી (ઉ.વ.૫૪) નામના કર્મચારીએ ગઇકાલે ખારા બેરાજા ગામના બંધારો ડેમ પાસે આવેલ ઝાડની ડાળીમાં શર્ટ વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ અંગે હિંમતનગર શેરી નં. ૪માં રહેતા તેમના મોટાભાઇ અમૃતલાલ વેલજીભાઇ કાનાણીએ બેડી મરીન પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે બનાવ પાછળનું કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ કર્મચારી ભેદી રીતે લાપતા બનતા પરિવારજનો દ્વારા શોધખોળ આદરી હતી અને પોલીસને જાણ કરી હતી, જેના આધારે ગુમથનારની શોધખોળ આદરી હતી, દરમ્યાન ગઇકાલે તેમનું બાઇક નિર્જન સ્થળેથી મળી આવ્યુ હતું અને આ વિસ્તારમાં તપાસ કરાવતા મૃતદેહ મળી આવતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, કયા સંજોગોમાં પગલુ ભર્યુ એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.
**
પત્ની, સંતાનોના વિરહમાં વ્યથિત સુરજકરાડીના યુવાને જિંદગી ટૂંકાવી
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા કપિલભાઈ ભીખુભાઈ ઢચાણી નામના ૩૪ વર્ષના ખારવા યુવાને મંગળવારે સાંજે પોતાના ઘરે પોતાના હાથે પંખામાં શર્ટ તથા દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે મૃતકના મોટાભાઈ રમેશભાઈ ભીખુભાઈ ખારવા (ઉ.વ. ૪૫) દ્વારા મીઠાપુર પોલીસમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મૃતક કપિલના પત્ની તથા બાળકો તેમનાથી અલગ જામનગર ખાતે રહેતા હોય, અને એકલવાયું જીવન જીવતા કપિલભાઈને આ બાબત મનમાં લાગી આવતા તેમણે આ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application