પાર્ટ ટાઈમ જોબ કરી પૈસા કમાવવાની લાલચમાં યુવાને ૭.૨૩ લાખ ગુમાવ્યા

  • August 12, 2024 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોલીસના જાગૃતિલક્ષી કાર્યક્રમો છતાં સાયબર ફ્રોડના લોકો ભોગ બનતા રહે છે.ત્યારે ચાર ભોગ બનનારાઓને સાયબર ક્રાઈમ પોલીસે ગુમાવેલી રકમમાંથી અઘડી જેટલી રકમ પરત અપાવી હતી.
અરજદાર દિવ્યેશભાઈ હરેન્દ્રભાઈ અગ્રાવતે વોટસએપ પર પાર્ટ ટાઈમ જોબ કરી પૈસા કમાઓ તેવો મેસેજ વાંચી તેમાં જોડાયા હતા. તેને પહેલા નાના ટાસ્ક આપી અમુક ટકા નફો આપવામાં આવ્યો હતો. બાદમાં પેઈડ ટાસ્કમાં વધુ વળતરની લાલચ આપી જાળમાં ફસાવી . ૭.ર૩ લાખની ઠગાઈ કરાઈ હતી. જેમાંથી સાયબર ક્રાઈમ પોલીસે .ર.૯૩ લાખ પરત અપાવ્યા છે.
બીજા અરજદાર સુરેશ કાળાભાઈ ચૌહાણને શેર બજારમાં રોકાણ કરી ઉંચા વળતરની લાલચ આપી તેની સાથે .૧.ર૦ લાખનું ફ્રોડ થયું હતું. જેમાંથી  સાયબર ક્રાઈમ પોલીસે .૮૮ હજાર પરત અપાવ્યા હતા.
ત્રીજા અરજદાર સંકેત સુધીર શેઠને  એક ક્રેડિટ કાર્ડ સાથે એક એડ ઓન ક્રેડિટ કાર્ડ મળશે જેની લીમીટ .૩૦ લાખ રહેશે તેવી લાલચ આપી ગઠીયાએ મોકલેલી લિન્ક ઓપન કરતાં તેનો ફોન હેક થઈ ગયો હતો. બીજા દિવસે તેના ક્રેડિટ કાર્ડમાંથી .ર.૯૯ લાખ ઉપડી ગયા હતા. જેમાંથી સાયબર ક્રાઈમ પોલીસે .ર.૪પ લાખ પરત અપાવ્યા હતા.ચોજા અરજદાર સુરજ જયેશભાઈ શાહે ટેલીગ્રામ એપ મારફતે ક્રિપ્ટોમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા લિન્ક આવતા .૧.૭ર લાખનું રોકાણ કયુ હતું. તેની સાથે પણ ફ્રોડ થતાં સાયબર ક્રાઈમ પોલીસે .૧.૧ર લાખ પરત અપાવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application