રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરો દ્રારા લાંચીયા બાબુઓ સામે સર્જીકલ સ્ટ્રાઇકની માફક એક પછી એક ટ્રેપ કરી છે. ત્રીજા દિવસે ગઇકાલે ત્રીજી ટ્રેપ કરી ગોંડલના સુલતાનપુર પોલીસ મથકના રાઇટર શિવભદ્રસિંહ સરદારસિંહ વાઘેલાને એએસઆઇ પુરણચદ્રં કલુરામ સૈની વતી બુટલેગર પાસેથી ૪૦ હજારની લાંચ લેતા પોલીસ મથકમાં જ રંગે હાથ પકડી પાડયો છે. ટ્રેપના આગલા દિવસે જ રજા પર ઉતરી ગયેલા એએસઆઇ સૈનીની ધરપકડની કાર્યવાહી હાથ ધરાઇ છે.
પ્રા માહિતી મુજબ સુલતાનપુર પોલીસ મથકમાં એક ઇસમ સામે દારૂનો ગુનો નોંધાયો હતો. જેથી તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (એએસઆઇ) પુરણચદ્રં સૈની પાસે હતી. સૈની દ્રારા બુટલેગરને નહીં મારવા પાસાની દરખાસ્ત નહીં કરવા સહિતના પોલીસના હતગંડા હેઠળ દબાવી લાંચ મગાઇ હતી. ધંધાર્થી આરોપી લાંચ આપવા માગતો ન હોવાથી એસીબી ટોલ ફ્રી નંબર ૧૦૬૪માં ફોન કરીને લાંચ સંબંધી ફરિયાદ કરી હતી.
તપાસ રાજકોટ એસીબી સમક્ષ આવતા એસીબીના મદદનીશ નિયામક ડીવાયએસપી કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ ટ્રેપ ગોઠવાઇ હતી. પીઆઇ જે.એમ.આલ તથા સ્ટાફે મળી ફરિયાદી તથા સરકારી પંચો સાથે સુલતાનપુર પોલીસ મથકમાં જઇને લાંચ આપવાની ગોઠવણ કરી હતી.
આરોપી એએસઆઇ પુરણચદ્રં સૈની રજા પર હતાં તેના વતી તેના રાઇટર શિવભદ્રસિંહે ૪૦,૦૦૦ રૂપીયાની પોલીસ મથકમાં જ બિંદાસી રીતે સ્વીકારી લીધા હતાં અને એએસઆઇ સૈનીને પણ લાંચની રકમ મળી ગયાની જાણ કરી હતી. લાંચ લેતાની સાથે જ એસીબીની ટીમે રાઇટરને રોકડ સાથે જ પકડી પાડી રાઇટર તથા હાજર નહીં મળેલા એેએસઆઇ સૈની સામે લાંચ રૂશવત ધારા હેઠળ ગુનો નોંધાવ્યો છે.
દારૂની તપાસ કરતા એએસઆઇ સૈનીએ અગાઉ રજા મુકી હતી જે શનિવારે મંજુર થતાં તે રજા પર ઉતરી જતાં બીજા દિવસે લાંચનું છટકું ગોઠવાતા રંગે હાથ પકડાતા સહેજમાં બચી જતાં હવે પુરાવા આધારે તેની ધરપકડ કરવા એસીબીએ ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી શરૂ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech