દેશમાં આઠ વર્ષનું સૌથી નબળું ચોમાસું જવાની ભીતિ

  • August 29, 2023 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત હવામાન વિભાગ દ્રારા કરવામાં આવેલા મૂલ્યાંકન મુજબ, લગભગ સવા સદીમાં સૌથી સૂકા ઓગસ્ટને કારણે પઆઠ વર્ષમાં દેશ તેના સૌથી નબળા ચોમાસા તરફ આગળ વધી શકે છે. આઇએમડી અધિકારીઓનો અંદાજ છે કે આ વર્ષે વરસાદ લોંગ પીરિયડ એવરેજ ૯૦% જેટલો રહેશે. તેઓ અલ નીનો પરિબળને અછત માટે જવાબદાર ગણાવે છે, જેણે ઓગસ્ટમાં વરસાદને અસર કરી હતી અને તે સપ્ટેમ્બરમાં ચાલુ રાખી શકે છે. જો કે ખરીફ વાવણી મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે, અને અત્યાર સુધી આવરી લેવામાં આવેલો વિસ્તાર વર્ષ અગાઉના સ્તર કરતા થોડો વધારે છે, વર્તમાન શુષ્ક વાતાવરણ પાકની ઉપજને અસર કરી શકે છે. કઠોળ અને તેલીબિયાં વરસાદની અછત સૌથી વધુ નુકસાનકારક સાબિત થશે કારણ કે આ પાકો ફલોના તબક્કાની નજીક આવી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવાર સુધી, એકંદર ચોમાસાનો વરસાદ એલપીએના ૯૨% પર રહ્યો છે. ઉત્તરપશ્ચિમ ભારતના અપવાદ સાથે, યાં અત્યાર સુધી વરસાદ માપદડં કરતાં ૬% ઉપર છે, બાકીના પ્રદેશોમાં વરસાદની ઉણપ છે – મધ્ય ભારત (–૭%), પૂર્વ અને ઉત્તરપૂર્વ (–૧૫%) અને દક્ષિણ દ્રીપકલ્પ ( –૧૭%) અનુક્રમે. ૨૦૧૫ માં, વરસાદ લોંગ પીરિયડ એવરેજના ૮૬% હતો યારે ૨૦૧૮ માં વરસાદ લોંગ પીરિયડ એવરેજ ના ૯૧% હતો.

અલ નીનો ડિસેમ્બર સુધી નડશે
જુલાઈમાં વિકસિત અલ નીનોની અસર નબળી રહી છે, પરંતુ વાતાવરણીય પરિસ્થિતિઓમાં ફેરફારને કારણે ઓગસ્ટમાં તેણે વરસાદને અસર કરી છે તેમ ભારતીય હવામાન વિભાગના ડિરેકટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું. તેમણે ઉમેયુ હતું કે, એક નીનો સપ્ટેમ્બરમાં મધ્યમ રહેશે અને રહેશે અને ડિસેમ્બર સુધી અસર કરશે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે ઓગસ્ટના બાકીના દિવસોમાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની અપેક્ષા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application