દુનિયાની મોટી કંપની માઈક્રોસોફ્ટ મંદીથી ડરી, 10,000 કર્મચારીઓની છટણીનું કર્યું એલાન

  • January 19, 2023 03:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

દુનિયાની મોટી કંપની માઈક્રોસોફ્ટ મંદીનો ડર સતાવી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. કેમકે કંપનીએ તેમના 10,000 કર્મચારીઓની છટણી કરવાનું એલાન કર્યું છે. મહત્વનું છે કે, છૂટા થનાર કર્મચારીઓને ઘણા લાભ આપવામાં આવશે. આ ઉપરાંત હેલ્થકેર કવરેજ, 60 દિવસની નોટિસ જેવી સુવિધા પણ આપવામાં આવશે.


દુનિયાની મોટી મોટી કંપનીઓને મંદીનો ડર સતાવી રહ્યો છે અને તેથી તેમણે અત્યારથી કમર કસી છે અને તેનો સૌથી પહેલો ભોગ કર્મચારીઓનો લેવાઈ રહ્યો છે. વિવિધ કંપનીઓની છટણીની વચ્ચે દુનિયાની મોટી કંપની માઈક્રોસોફ્ટ મંદીની આશંકા વચ્ચે 10,000 કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. કંપનીની ઘટતી આવક એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવી છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2023ના અંત સુધીમાં લગભગ 5 ટકા વર્કફોર્સ ઘટી જશે. કંપનીએ આ નિર્ણય પાછળ નબળી આર્થિક સ્થિતિનો હવાલો આપ્યો છે.


માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલાએ દાવોસમાં જણાવ્યું હતું કે, "અમે અમારા ભવિષ્ય માટે વ્યૂહાત્મક રીતે રોકાણ કરવાનું ચાલુ રાખીશું." એટલે કે લાંબા ગાળા માટે ગ્રોથ પર ફોકસ કરીને અમે અમારા નાણાં અને પ્રતિભાનું રોકાણ વિવિધ ક્ષેત્રોમાં કરીશું. "હું તે તમામ લોકોનો આભાર માનું છું જેમણે અત્યાર સુધીની આ યાત્રામાં અમને ટેકો આપ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application