વિશ્વનો સૌથી મોટો એનાકોન્ડા સાપ એમેઝોનના જંગલમાં મરેલો મળ્યો

  • March 29, 2024 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વનો સૌથી મોટો એનાકોન્ડા સાપ એના જુલિયા બ્રાઝિલના એમેઝોન રેઈનફોરેસ્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો છે, એના જુલિયાની શોધ થયાના થોડા જ અઠવાડિયા પછી તે મૃત અવસ્થામાં મળી આવ્યો છે. નેશનલ જિયોગ્રાફિકની ડિઝની શ્રેણી પોલ ટુ પોલનું શૂટિંગ કરતી વખતે, વિલ સ્મિથ સાથે વૈજ્ઞાનિકોની ટીમે એમેઝોનમાં વિશાળ એનાકોન્ડાની અગાઉ અજાણી પ્રજાતિ શોધી કાઢી હતી.

એનાકોન્ડા એના જુલિયાના મોત અંગે એવા અહેવાલ સામે આવ્યા છે કે એનાકોન્ડા એના જુલિયાને ગોળી મારવામાં આવી હોઈ શકે છે. પરંતુ વિશાળકાય એનાકોન્ડા એના જુલિયાને શોધવામાં મદદ કરનાર એક ડચ સંશોધકે ભારપૂર્વક જણાવ્યું છે કે, એનાકોન્ડા એના જુલિયાના મૃત્યુનું સાચુ કારણ હજુ સુધી નક્કી થયું નથી. એનાકોન્ડા એના જુલિયાના મોતના સાચા કારણની પણ તપાસ કરવામાં આવી રહી છે.

એના જુલિયા નામનો વિશાળ સાપ પાંચ અઠવાડિયા પહેલા દક્ષિણ બ્રાઝિલના માટો ગ્રોસો દો સુલ રાયમાં બોનીટોના ગ્રામીણ વિસ્તારમાં ફોર્મેાસો નદીમાં જોવા મળ્યો હતો. જેના ફોટા પણ તે સમયે સોશિયલ મીડિયા થકી વ્યાપક વાયરલ થયા હતા.૨૬–ફટ–લાંબા એનાકોન્ડાનું વજન લગભગ ૪૪૦ પાઉન્ડ હતું અને તેનું માથું માણસ જેટલું જ હતું. એવા અહેવાલો છે કે એના જુલિયાને ગોળી મારવામાં આવી હોઈ શકે છે, પરંતુ એક ડચ સંશોધક કે જેમણે અના જુલિયાની શોધમાં મદદ કરી હતી, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હજુ સુધી એના જુલિયાના મૃત્યુના સાચા કારણની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રોફેસર ફ્રીક વોંકે કહ્યું, મારા હૃદયમાં ખૂબ જ પીડા સાથે હત્પં તમને કહેવા માંગુ છું કે, હત્પં જે શકિતશાળી એનાકોન્ડા સાથે તરી આવ્યો હતો તે આ સાહના અંતે નદીમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.તેમણે કહ્યું, યાં સુધી અમે જાણીએ છીએ, તે ખૂબ જ સ્વસ્થ હતો અને હજુ પણ તેના જીવનના મુખ્ય તબક્કામાં હતો, અને તે આવનારા વર્ષેામાં ઘણા વંશજો માટે પ્રદાન કરી શકે તેમ હતો.

આજુબાજુ તરતા વિશાળ સાપની આ પ્રજાતિની એટલી બધી પ્રજાતિઓ ન હોવાથી, તે જૈવવિવિધતા માટે એક મોટો ફટકો છે.
પ્રોફેસર વોંકે અગાઉ કહ્યું હતું કે તેમણે એવા અહેવાલો સાંભળ્યા હતા કે સાપને ગોળી મારવામાં આવી હતી, પરંતુ તેમણે સ્પષ્ટ્રતા કરી હતી કે સત્તાવાળાઓને હજુ સુધી આ તરફ નિર્દેશ કરવા માટે કોઈ પુરાવા મળ્યા નથી.પ્રોફેસરે કહ્યું, મૃત્યુના કારણની હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે, તમામ સંભવિત વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેથી, એવું પણ શકય છે કે તેનું કુદરતી મૃત્યુ થયું હોય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application